For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Municipal Election Results 2021 Live Updates: તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપ આગળ

Gujarat Municipal Election Results 2021 Live Updates: 6 મહાનગરપાલિકાનું આજે પરિણામ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકા માટે થયેલ ચૂંટણીનું આજે પરિણામ આવી જશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મતગણતરી હાથ ધરાઈ રહી છે. અમદાવાદમાં બે કેન્દ્રોએ મતગણતરી હાથ ધરાઈ રહી છે. સુરતમાં પણ બે સ્થળોએ મતગણતરી હાથ ધરાઈ રહી છે. જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ રહી છે. પહેલાં બેલેટ પેપર પર મતગણતરી હાથ ધરાશે જે બાદ જ ઈવીએમ પર મતગણતરી હાથ ધરાશે. ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ લાઈવ જાણવા માટે વનઈન્ડિયા ગુજરાત સાથે બન્યા રહો.

counting

Newest First Oldest First
5:58 PM, 23 Feb

સુરતમાં એક પણ સીટ ન જીતવા પર નારાજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો કર્યો.
5:57 PM, 23 Feb

AIMIM એ અમદાવાદમાં ખાતુ ખોલ્યુ છે. જમાલુપુર વૉર્ડમાં ચાર ઉમેદવારોએ જીત મેળવી.
5:57 PM, 23 Feb

સુરતમાં આપ કાર્યકર્તાઓએ જીતની ઉજવણી કરી
5:40 PM, 23 Feb

સુરત સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં ભાજપે 93 સીટો પર જીત મેળવી. જ્યારે આમ આદમી પાર્ટીએ 23 સીટો પર જીત મેળવી. કોંગ્રેસે ખાતુ પણ નથી ખોલાવ્યુ.
5:39 PM, 23 Feb

અમારી સમજ મુજબ એ બહુ મોટી વાત છે કે મોદીજીનુ વિકાસ મૉડલ કહેવાતા ગુજરાતમાં ફેરફાર માટે મોકો કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીને મોકો આપવામાં આવી રહ્યો છેઃ આપના મુખ્ય પ્રવકતા સૌરભ ભારદ્વાજ
5:38 PM, 23 Feb

રાજકોટમાં 13 સીટો પર અને અમદાવાદમાં બીજા નંબરે છે. પહેલી વાર ચૂંટણી લડવાની દ્રષ્ટિએ અમે ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએઃ સૌરભ ભારદ્વાજ
5:37 PM, 23 Feb

ગુજરાત નગર નિગમ ચૂંટણી પરિણામઃ અમદાવાદના બહેરામપુરામાં કોંગ્રેસ જીતી, અહીં AIMIMથી આગળ.
5:36 PM, 23 Feb

ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર સૌરભ ભારદ્વાજે કહ્યુ કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પહેલી વાર નગર નિગમ ચૂંટણી લડી અને ત્યાંથી ઘણા ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે.
5:00 PM, 23 Feb

મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનુ શાનદાર પ્રદર્શન.
4:59 PM, 23 Feb

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનથી સીએમ કેજરીવાલ ખુશ, ટ્વિટ કરીને કહ્યુ - નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન.
4:42 PM, 23 Feb

ગુજરાત નગર નિગમના પરિણામો વચ્ચે અમદાવાદ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ. અમદાવાદમાં ભાજપ કાર્યાલયમાં છે. છ ભાજપ નગર નિગમની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ વિજય ઉત્સવમાં ભાગ લેવાની સંભાવના છે.
4:30 PM, 23 Feb

રાજકોટની 72 સીટોમાથી ભાજપે 68 પર જીત મેળવી અને કોંગ્રેસે 4 પર જીત મેળવી છે.
4:30 PM, 23 Feb

જામગનરની 64 સીટોમાથી ભાજપની 50 સીટ પર જીત કોંગ્રેસની 11 અને બસપાની 3 પર જીત.
4:29 PM, 23 Feb

6 નગર નિગમોની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત ગુજરાતની જનતાની જીત છેઃ સીએમ વિજય રૂપાણી
4:28 PM, 23 Feb

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ 17 સીટો જીતી છે.
4:16 PM, 23 Feb

સુરતની 120 સીટોમાથી ભાજપને 51 સીટો પર જીતી ચૂકી છે જ્યારે આમ આદમી પાર્ટી(આપ)એ પોતાની પહેલી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને 17 સીટો પર જીત મેળવી છે. અહીં કોંગ્રેસનુ હજુ ખાતુ પણ ખુલ્યુ નથી.
4:06 PM, 23 Feb

અમદાવાદની 192 સીટોમાંથી 72 સીટો પર ભાજપની જીતી ચૂકી છે જ્યારે કોંગ્રેસના ખાતામાં હજુ સુધી 12 સીટો આવી છે.
4:06 PM, 23 Feb

ભાજપની શાનદાર જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે લખ્યુ, હું બધા 6 મહાનગરોના મતદારોનો આભાર માનુ છુ. હું એ બધા ભાજપ કાર્યકર્તાઓનો આભાર માનુ છુ જેમણે આ ચૂંટણીમાં મહેનત કરી.
3:54 PM, 23 Feb

જામનગરની 64 સીટોમાંથી ભાજપે 40 સીટો પર જીત મેળવી છે. વળી, કોંગ્રેસે 5 અને બસપાએ 3 સીટો પર જીત મેળવી છે.
3:22 PM, 23 Feb

વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છેઃ વિજય રૂપાણી
3:11 PM, 23 Feb

પરંપરાગત ખાડિયા બેઠક ભાજપે સાચવી રાખી, ખાડિયામાં ફરી એકવાર ભાજપનો વિજય થયો છે. ઉમેદવારોમાં ખુશીની લાગણી
3:08 PM, 23 Feb

અમદાવાદની નારણપુરામાં ભાજપની પેનલનો ભવ્ય વિજય.
2:36 PM, 23 Feb

તમામ 6 મહાનગરપાલિકામાં ભાગવો લહેરાયો
2:24 PM, 23 Feb

અમદાવાદઃ બહેરામપુરામાં કોંગ્રેસના ઉમેદવારની જીત
2:19 PM, 23 Feb

ભાજપના વિજેતા ઉમેદવાર કહ્યું કે જીતનો શ્રેય કેબિનેટ મંત્રી ફળદુ સાહેબ તથા સાંસદ પૂનમબેન તથા શહેર પ્રમુખ તથા ચૂંટણી ઈનચાર્જ હસમુખ ઈન્ડોજા સાહેબને જાય છે. આ જીત અમારી નથી આ જીત નાગરિકોની છે.
2:16 PM, 23 Feb

જામનગર મનપામાં ભાજપે બહુમતી મેળવી છે. વોર્ડ નંબર 5, 9, 14, 7, 2, 10, 8 અને 11માં ભાજપની પેનલની જીત. 62 બેઠકોમાંથી ભાજપે 43 બેઠક મેળવી. કોંગ્રેસને 6 બેઠક અને બસપાને 3 બેઠક મળી છે.
2:14 PM, 23 Feb

અમદાવાદઃ AIMIMના ઉમેદવારે ફરી મતગણતરીની માંગ કરી, બહેરામપુરામાં કોંગ્રેસના ઉમેદવાર જીતતાં AIMIMના ઉમેદવારે ફરી મતગણતરીની માંગ કરી.
2:12 PM, 23 Feb

સુરત વોર્ડ 2માં અમરોલી, મોટા વરાછામાં આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી
2:07 PM, 23 Feb

વોર્ડ નંબર 1 જહાંગીપુરા, વરીયાવમાં ભાજપની પેનલની જીત. ઉમેદવાર ગીતાબેન જીતેન્દ્ર સોલંકી ભાવિનીબેન ભાવિન પટેલ, અજીતભાઈ ઈશ્વરભાઈ પટેલ, રાજેન્દ્ર ગોવનભાઈ પટેલની જીત થઇ
2:06 PM, 23 Feb

વોર્ડ નં : 15 કરંડ, મગોબમાં ભાજપની પેનલની જીત. મનિષાબેન આહિર, રૂપાબેન ભાર્ગવભાઇ પંડયા રાજેશભાઈ હરજીભાઇ જોળીયા, ધર્મેન્દ્ર હરીભાઈ ભાલાળાની જીત
READ MORE

English summary
Gujarat Municipal Election Results 2021 Live Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X