ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા CAGના તાજેતરના રિપોર્ટમાં એક અત્યંત આશ્ચર્યજનક વિગત સામે આવી છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા માદક પદાર્થોના જથ્થામાં મોટો તફાવત જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 દરમિયાન રાજ્યમાં કુલ 6510.54 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાંથી 4177.86 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર રેકોર્ડ પર નોંધાયું છે.
જોકે, પકડાયેલા અને નાશ કરાયેલા જથ્થાની ગણતરી કરતા અંદાજે 2332.68 કિલો જેટલો માદક પદાર્થ ગાયબ હોવાનું જણાયું છે. જપ્ત કરાયેલા કુલ ડ્રગ્સના આશરે 35 ટકા જેટલો જથ્થો ગાયબ થતા અનેક સવાલો ઉઠ્યા છે.
ગૃહ વિભાગે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, અંદાજે 144 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ છે. જ્યારે બાકીનો જથ્થો સંગ્રહ કરવાની યોગ્ય સુવિધાના અભાવે ઉંદરો ખાઈ ગયા હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત વિભાગે ત્રીજું કારણ આપતા કહ્યું કે, ગાંજો અને અફીણના લીલા છોડમાંથી ભેજ સુકાઈ જવાથી વજનમાં ઘટાડો થયો છે. જોકે, આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગાયબ થવા બાબતે CAG એ શંકા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
