હાર્દિક પટેલ VS PM મોદી? મોરબીમાં આજે થશે બન્નેનું શક્તિ પ્રદર્શન

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે આજે તે મોરબી ખાતે સભા કરવાના છે. ત્યારે પાસ લીડર હાર્દિક પટેલે પણ ભાજપ વિરૂધ્ધ રીતસરનો મોરચો માંડી દીધો હોય એ રીતે તે હવે ડબલ ફોર્સથી ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરવા માટે મથી રહ્યો છે. ત્યારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં મોરબી, સોમનાથ, પાલીતાણા અને નવસારીમાં ચૂંટણી પ્રચારની સભા યોજવાના છે. ત્યારે હાર્દિક ભાજપના ગઢ રાજકોટમાં પ્રથમવાર મોટાપાયે મહાક્રાંતિ સભા યોજવાનો છે. જો કે પહેલા તેણે મોટો પોલીટિકલ દાવ ખેલ્યો હોય તેમ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરવાના હેતુથી બુધવારે સવારે 10 વાગે મોરબીના માળીયા મીયાણામાં મોટી સભાનું આયોજન કર્યુ છે. તે પહેલા તે નવ વાગે મોરબીમાં મોટો રોડ શો યોજીને માળીયા જશે. આ સમયે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભા મોરબીમાં યોજવામાં આવી છે.

hardik vs modi

ત્યારે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કારણ કે મોરબી પાટીદાર પ્રભાવિત વિસ્તાર ગણાય છે અને તેવા સમયે હાર્દિકે રીતસરની ચેલેન્જ ફેંકી છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસને પણ વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઇ છે. જ્યારે સાંજે પાંચ વાગે હાર્દિકે રાજકોટના 150 ફુટ રોડ પર આવેલા નાના સર્કલ પાસે એક સભાનું આયોજન કર્યું છે. જેમાં અંદાજે એક લાખથી વધારે પાટીદાર યુવાનો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉમટી પડે તેવી શક્યતા છે.

આ જ કારણે રાજકોટને પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યું છે. કારણ કે જીએમડીસીમાં યોજાયેલી મહાક્રાંતિ રેલી બાદ સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. ત્યારે ફરીથી હાર્દિકની ભાજપના ગઢમાં સૌથી મોટી સભામાં જો કોઇ ઘટના બની તો તેને લીધે સમગ્ર ગુજરાતમાં અસર થઇ શકે તેમ છે. ત્યારે ભાજપની નજર હાર્દિકની મહાક્રાંતિ સભા પર છે. ત્યારે ખુદ હાર્દિકે પોતાની ઓડીયો ક્લીપ વિવિધ સોશ્યલ મિડીયામાં વાયરલ કરીને પાટીદાર યુવાનોને આ સભામાં આવવા માટે આહ્વાન કર્યું છે. ત્યારે આજનો દિવસ મહત્વનો બની રહેશે. તેવી પુરેપુરી શક્યતાઓ છે.

English summary
Gujarat Elections 2017 : PM Narendra Modi VS Hardik Patel. Today Both have public meeting in Morbi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.