For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં દર કલાકે પકડાય છે 9 દારૂડિયા! જપ્ત કર્યો હજારો લીટર દારૂ

ગુજરાતમાં દર કલાકે પકડાય છે 9 દારૂડિયા!

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની મહેફિલ માણવી એ મોટો ગુનો છે. ન્યૂ યર નિમિત્તે 25થી 30 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ સહિતના ગુજરાતનાં શહેરોમાં દરોડા પાડી પોલીસે કુલ 1343 લોકોને ઝડપી પાડ્યા છે જેમણે દારૂબંધીના કાયદાનો કોઈને કોઈ રીતે ઉલ્લંઘન કર્યો. પરમિટ વિના દારૂનું સેવન કરતા દરરોજ 220 અને દર કલાકે 9 દારૂડિયાની પોલીસે ધરપકડ કરી.

police

આજે નવું વર્ષ હોય દારૂડિયાઓનો આંકડો હજુ કુદકો લગાવી શકે છે, જે આશંકાએ પોલીસ શહેરભરમાં બાજ નજર રાખી રહી છે. સોમવારે રાત્રે ન્યૂયર ફેસ્ટીવલ માટે માત્ર અમદાવાદમાં જ 5000 જેટલા પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. ક્રિસમસની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર 6 દિવસમાં પોલીસે 674 કેસ અંતર્ગત દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા 653 લોકોની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત પોલીસે 3669 લીટર દેશી દારૂ અને 2132 લીટર ભારતમાં બનેલ વિદેશી દારૂ (IMFL) જપ્ત કર્યો છે.

અમદાવાદ સિટી પોલીસ કમિશનર એ.કે. સિંહે કહ્યું કે 'અમદાવાદ સિટી પોલીસે ન્યૂયર પર મોટી સંખ્યામાં દારૂડિયાઓને પકડી પાડ્યા અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. દારૂબંધીના કાયદાનું પાલન કરાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.' જ્યારે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં પોલીસે 600 લોકોને 77 બ્રેથ એનાલાઈઝર દ્વારા ચકાસવામાં આવ્યા જેમાંથી 60 લોકોની ધરપકડ કરવામાં આવી. સૌથી મોટું કૌભાંડ સુરતમાંથી ઝડપાયું છે જ્યાં ઓયેસ્ટર હોટલમાં બૂઝ પાર્ટી કરતી 71 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. ક્રિસમસ પહેલા ડિસેમ્બર 20-24 સુરત પોલીસે 425 સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો- કાદરખાનના યાદગાર ડાયલૉગ જેણે અમિતાભ બચ્ચનને એંગ્રીયંગમેન બનાવ્યા

English summary
gujarat police arrested massive number of alcoholic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X