ગુજરાતમાં ચાર જગ્યાએ કાળા નાણાં પર પોલિસનો સપાટો

Posted By:
Subscribe to Oneindia News

આજે ગુજરાજમાં ચાર અલગ અલગ જગ્યાએથી જૂની અને નવી નોટોના કારણે ચાર અલગ અલગ ગુના પોલિસે દાખલ કર્યા છે. નોંધનીય છે કે પીએમ મોદીએ કાળા નાણાં પર સંકજો મજબૂત કરવા જૂની નોટો રદ્દ કરી હતી. ત્યારે ભાજપના જ કોર્પોરેટરના ભાઇ પાસેથી બેનામી 31 લાખની જૂની ચલણી નોટો મળી આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ નવી બેનામી નોટોનો જથ્થો પોલિસે ઝડપી પાડ્યો છે.

modi

ત્યારે તે વાત તો સ્પષ્ટ થાય છે કે એક તરફ સરકાર કાળા નાણાંને રોકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં જ બીજુ બાજુ નોટ નવી હોય કે જૂની ગુનાહિત પ્રવૃત્તિમાં તે અલગ અલગ રીતે જોડાઇ રહી છે. ત્યારે નોટબંધી બાદ અત્યાર સુધી નવી અને જૂની નોટોના ગુનાહિત વેપાર પર એક નજર કરો અહીં...

bjp

વડોદરાનો "દબંગ"
વડોદરામાં બીજેપીના કર્પોરેટર વિજય પવારના ભાઈ વૈકુંઠ વિઠ્ઠલ પવાર ઉર્ફે દબંગ પાસેથી પોલીસને 31 લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી. વડોદરાના પાણીગેટ વિસ્તારના આર્યુવેદિક ત્રણ રસ્તા પાસેના ઉપાસના ફ્લેટમાં રહેતો વૈકુંઠ મંગળવારે આઇ 20 કાર લઇને ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે વોટ તેની પાસેની માલ મત્તાની તપાસ કરતા રૂપિયા 500ના મૂલ્યની 6200 ચલણી નોટ મેળવી હતી. વૈકુંઠ ઉફ્રે દબંગ તેની પાસેના નાણાની સ્પષ્ટતા કરી શક્યો નહોતા આથી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

ahmedabad

અમદાવાદમાં નવી નોટ
અમદાવાદમાં સેટેલાઈટ પોલીસે 3 લાખનું એક સોનાનું બિસ્કિટ તેમજ રૂપિયા .17 લાખથી વધુની રકમ સાથે 3 વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપેલા પૈકી ઝડપાયેલા ત્રણ શખ્સોમાં વિરભદ્રસિંહ સાવજસિંહ જાડેજા (42 વર્ષ, કચ્છ), પ્રવિણભાઈ પથુભાઈ માળી (40-વર્ષ, કચ્છના તથા એક યજુવેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર અમદાવાદનો રહેવાસી છે. તેમની પાસેથી 2000 રૂપિયાની નવી 130 ચલણી નોટો અને 100 રૂપિયાના દરની 140 નોટ કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત 50ના દરની 150 ચલણી નોટ અને 20ના દરની 100 ચલણી નોટ કબજે લેવામાં આવી છે અટકાયત કરેલા ત્રણેય જણાવ્યું હતુ કે આ રકમ લગ્ન માટે છે પરંતુ પોલીસને આ જવાબ સંતોષકારક ન લાગતા ત્રણેય શખ્સોને ઈન્કમટેક્સ વિભાગને સોંપવામાં આવ્યાં છે.

dahod


દાહોદમાં 2000ની નોટો

દાહોદ પાસે પોલીસને મળેલી બાતમીને આધારે ગરબાડા નજીક મીનાક્યાર ચેક પોસ્ટ ઉપર દાહોદ તરફથી જતી ઇન્ડિગો કારને તપાસવામાં આવતાં તેમાંથી 100 અને 2000ના દરની 9.50 લાખ રૂપિયાની ચલણી નોટો મળી આવી હતી. નોટો લઇને જતા મહારાષ્ટ્રના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે આ કારમાંથી મળેલી બેગમાંથી રૂ. 2 હજાર રૂપિયાની 325 નોટો તથા 100ની 3000 હજારની ચલણી નોટો મળી આવી હતી. પોલીસે રૂપિયા, ગાડી તથા ગાડીમાં સવાર ડ્રાઇવર દિલીપ કેશવ બાગલે તથા ઇશ્વર ભટુ પાટીલ અને મહારાષ્ટ્રના પુરશોત્તમ નગર અટકાયત કરી હતી.

money


જામનગર
તો બીજી તરફ જામનગરના જોડિયા ખાતેથી એક શ્ખસની પોલીસે ધરપકડ કરી છે જે 22 લાખની જૂની નોટો લઈને જઈ રહ્યો હતો. નોંધનીય છે કે જ્યાં એક બાજુ સામાન્ય માણસને પોતાના જ પૈસા લેવા માટે કલાકો લાઇનમાં ઊભા રહેવું પડે છે ત્યાં જ કેટલાક શેઠિયાએ તેમના કાળા નાણાંના સેટિંગ કરી રહ્યા છે. ત્યારે કાળા નાણાની આ લડાઇમાં લાંબે ગાળે ખરેખરમાં સામાન્ય માનવી જીત થાય છે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.

English summary
In Gujarat, from four different places Police arrested People with undeclared money. Read here more.
Please Wait while comments are loading...