આતંકવાદીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગુજરાત પોલીસ હાઈ અલર્ટ પર
આતંકીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગુજરાત પોલીસ હાઈ અલર્ટ પર
અમદાવાદઃ સરહદ પાર બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલો કર્યા બાદ ગુજરાત હાઈ અલર્ટ પર છે. મંગળવારે સવારે 3.30 વાગ્યે આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત DGP શિવાનંદ ઝાએ ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં યોજાનાર ક્રાઈમ સંબંધીત તમામ કોન્ફ્રન્સ કેન્સલ કરી દીધી છે અને ગાંધીનગર આવેલા તમામ પોલીસ અધિકારીઓને પોતપોતાના હેડક્વાર્ટર તુરંત પરત ફરવા આદેશ આપ્યો છે.

અધિકારીઓએ જણાવ્યા મુજબ પુલવામામાં વિસ્ફોટકોથી ભરેલી સ્વિફ્ટ કારથી ટક્કર મારી પુલવામામાં કરેલા હુમલાના જવાબમાં ભારતીય એરફોર્સે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી અને આ હુમલામાં ટ્રેનર્સ સહિત કેટલાય સિનિયર કમાન્ડરને પણ ઠાર મારવામાં આવ્યા.
આજે સવારે જ ડીજીપી ઑફિસથી તમામ પોલીસ અધિકારીઓને મેસેજ મોકલી આપવામાં આવ્યો છે અને ગાંધીનગર કોન્ફ્રેન્સ માટે પહોંચેલા તમામ પોલીસકર્મીઓને પણ પરત પોતપોતાના હેડક્વાર્ટરે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે, માહિતી પોલીસકર્મચારીઓની રજા પણ આજે કેન્સલ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે એરસ્ટ્રાઈક બાદ કચ્છમાં પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું, જેને બીએસએફના જવાનોએ તોડી પાડ્યું છે.
આ પણ વાંચો- #SurgicalStrike2: મિરાજ 2000 જ નહિ બલકે સુખોઈ અને મિગ પણ ઓપરેશનમાં સામેલ હતા












Click it and Unblock the Notifications
