For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રનો કુખ્યાત ડોન, ગુજરાત ATS ની ચાર મહિલાઓએ પકડ્યો

મહિલા પોલીસકર્મીઓએ બહાદુરીનું ઉદાહરણ રજુ કરતા કુખ્યાત બદમાશ જુસબ અલ્લારખ્ખાને બોટાદ જંગલમાંથી પકડી લીધો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ટીમને રવિવારે એક મોટી સફળતા હાથ લાગી છે. સૌરાષ્ટ્ર પોલીસની નાકમાં દમ લાવી દેનાર બદમાશ જુસબ અલ્લારખ્ખાને પકડવાની જવાબદારી ગુજરાત એટીએસીની ચાર મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી. મહિલા પોલીસકર્મીઓએ બહાદુરીનું ઉદાહરણ રજુ કરતા કુખ્યાત બદમાશ જુસબ અલ્લારખ્ખાને બોટાદ જંગલમાંથી પકડી લીધો.

Gujarat police

ખરેખર ગુજરાત એટીએસ ટીમને બોટાદના જંગલમાં ગેરકાનૂની અને શંકાસ્પદ કાર્યવાહી થવાની જાણકારી મળી હતી. ત્યારપછી ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ ચાર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરોની એક ટીમ બનાવી. આ ટીમને શનિવાર રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું. ત્યારપછી મહિલા ટીમે બહાદુરીપૂર્વક કુખ્યાત બદમાશ જુસબ અલ્લારખ્ખાને બોટાદ જંગલમાંથી પકડી લીધો.

આ પણ વાંચો: અમદાવાદઃ 7 મહિને હત્યાનો ભેદ ઉકેલાયો, 11700 રૂપિયા જોઈ લલચાયા હતા આરોપી

આપને જણાવી દઈએ કે જુસબ અલ્લારખ્ખા વિરુદ્ધ જૂનાગઢમાં 15 કરતા પણ વધારે હત્યા અને લૂંટના કેસ નોંધાયેલા છે. જુસબ જૂનાગઢના લોકો સહીત પોલીસ માટે સિરદર્દ બન્યો હતો. તેવી સ્થિતિમાં આ બદમાશની ધરપકડથી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. આપને જણાવી દઈએ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોષ ઓડેદરા, સબ ઇન્સ્પેક્ટર અરુણા ગામેતી, નિતમિતા ગોહિલ અને શકુન્તલા માલ ઘ્વારા આ બદમાશની ધરપકડ ગર્વ અને ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: હિંદુ ધર્મ અપનાવો અને નોનવેજ ખાવાનું છોડી દો, ત્યારે જ લગ્ન કરીશ

English summary
Gujarat police nabbed most wanted criminal Jusab Allarakha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X