For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત લવાયા આસારામ, ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 14 ઓક્ટોબરઃ સુરતમાં બે બહેનો પર બળાત્કારના મામલે કેસ દાખલ થયા બાદ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરુદ્ધ પોલીસ સકંજો કસી રહી છે. જે હેઠળ સોમવારે અમદાવાદ પોલીસ આસારામને જોધપુરથી અમદાવાદ લાવી હતી. સાંજે છ વાગ્યાની આસપાસ એરપોર્ટ પર આવ્યા બાદ આસારામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગાંધીનગર લઇ જવામાં આવ્યાં છે, જ્યાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આસારામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસની ઓફિસમાં તેમને રાખવામાં આવશે. જિલ્લા પોલીસ વડાની ઓફિસમાં આસારામની સુરત બે બહેનોના યૌન શોષણ કેસમાં પૂછપરછ કરવામાં આવશે.

આ વચ્ચે મળતી માહિતી અનુસાર એરપોર્ટ પર પ્રવેશ નહીં મળતા આસારામના સાધકો એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસે તે પહેલા પોલીસે સાધકોને એરપોર્ટ પરથી ખદેડ્યા હતા. તેમજ યાત્રીઓના વાહનોને પ્રવેશ આપવા ઉપર પણ રોક લગાવી દીધી હતી. તેમજ ગાંધીનગરમાં કોર્ટ રૂમ પાસે એકઠા થયેલા આસારામના સાધકને પોલીસ દ્વારા હટાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોષ્ટિને એરપોર્ટ પર બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ પોલીસના કાફલાઓ આસારામને અમદાવાદ લવાય તે પહેલાં જ એરપોર્ટ પર તેનાત થઇ ગયા હતા, તેમ જ સાથે એસઆરપીની 3 કંપનીઓને પણ એરપોર્ટ પર તેનાત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં જિલ્લા કોર્ટની સુરક્ષા સઘન કરવામાં આવી હતી. 500 જેટલા પોલીસ જવાનોને તેનાત કરવામાં આવ્યા હતા. ત્રણ જિલ્લાની પોલીસને તેનાત કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર, મહેસાણા અને સાબરકાઠાની જિલ્લા પોલીસ હતી.

asaram-bapu-ahmedabad
ઉલ્લેખનીય છે કે, જોધપુરની એક અદાલતે બે દિવસ પહેલા ગુજરાત પોલીસને બળાત્કાર કેસના આરોપી આસારામને પોતાની હિરાસતમાં લેવાની પરવાનગી આપી હતી. હવે ગુજરાત પોલીસ બે બહેનો દ્વારા આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરુદ્ધ લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપો અંગે સઘન પૂછપરછ કરશે. નારાયણ સાંઇએ સુરતની એક અદાલતમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે.

જે સગીરા પર જોધપુરમાં આસારામ વિરુદ્દ બળાત્કારનો કેસ લગાવવામાં આવ્યો હતો, તેમના વકીલ મનીષ વ્યાસે કહ્યું કે, અદાલતે ગુજરાત પોલીસને એ વાતની પરવાનગી આપી છે કે, તેઓ પૂછપરછ માટે આસારામને હિરાસતમાં લઇ શકે છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઇ વિરુદ્ધ ગુજરાત પોલીસ પહેલાથી જ લુક આઉટ નોટિસ જારી કરી ચુકી છે. નારાયણ સાંઇના વકીલ કલ્પેશ દેસાઇએ જણાવ્યું કે અમે જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણ સાંઇ વિરુદ્ધ દાખલ યૌન શોષણના મામલે સુરતની અદાલતમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. જેની સુનાવણી આગામી અઠવાડિયે કરવામાં આવશે.

English summary
Gujarat Police to took Asaram Bapu to Ahmedabad for questioning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X