For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા તબક્કાના 45 ટકા ઉમેદવારોએ રિટર્ન ફાઇલ કર્યા નથી

|
Google Oneindia Gujarati News

bjp-rupee-cong
અમદાવાદ, 08 ડિસેમ્બર : ગુજરાત ઇલેક્શન વોચ (GEW)એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોનું સંકલન પ્રસ્તુત કર્યું છે. જેમાં 37 ટકા ઉમેદવારો કરોડપતિ છે. 45 ટકા ઉમેદવારોએ ઇન્કમટેક્ષ રીટર્ન ભરેલા નથી તેવું જાહેર કર્યુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની ચૂંટણી લડતા ઉમેદવાર આર્થિક (નાણાંકીય) અને અન્ય પાશ્ચાદભૂમિકા અંગેનું વિગતવાર પૃથક્કરણ કર્યું છે GEWએ ગુજરાત 2012 વિધાનસભાની ચૂંટણી લડતા બીજો તબક્કાના 820 ઉમેદવારોમાંથી 401 ઉમેદવારોનાં સોગંદનામાનું વિશ્વ્લેષણ ર્ક્યુ છે.

વિશ્વ્લેષણ કરાયેલા 401 ઉમેદવારોમાંથી 150 એટલે કે 37 ટકા ઉમેદવારો કરોડપતિ છે. 2007 માં 21 ટકા કરોડપતિ ઉમેદવારો હતાં.

વધુ સંપતિ ધરાવતા ઉમેદવારોના નામ નીચે મુજબ છે.

1. બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર - રૂ. 268 કરોડ

2. સિધ્ધાર્થ ચિમનભાઇ પટેલ - ડભોઇ - રૂ. 71 કરોડ

3. ડી ડી પટેલ - માણસા - રૂ. 69 કરોડ

વિશ્વ્લેષણ કરાયેલા કુલ 401 ઉમેદવારોમાંથી 19 ઉમેદવારોએ રૂપિયા એક લાખ થી ઓછી કિંમતની સંપતિ જાહેર કરી છે.

ઓછામાં ઓછી કિંમતની સંપતિ ધરાવનાર ત્રણ ઉમેદવારો :

૧. કલોલના બળવંતભાઇ સોલંકી - સમાજવાદી પાર્ટી - સંપતિ શૂન્ય જાહેર કરી છે.

૨. દાંતા (એસ.ટી.)ના અશ્વિનભાઇ મુલી - GPP - સંપતિ રૂ. 500ની જાહેર કરી છે.

૩. સોજીત્રાના નરસિંહભાઇ વણકર - BSP - સંપતિ રૂ. 3,745 જાહેર કરી છે.

કુલ વિશ્વ્લેષણ કરાયેલા કુલ 401 ઉમેદવારોમાંથી 33 ઉમેદવારોએ રૂપિયા પચાસ લાખથી ઉપરના મૂલ્યની સંપતિ જાહેર કરી છે.
અત્યંત અધિક મૂલ્યની જવાબદારી ધરાવનાર ત્રણ ટોચના ઉમેદવારો :

1. સિધ્ધપુર મત વિસ્તારના બળવંતસિંહ સી. રાજપૂત રૂ. 52.33 કરોડ

૨. વડગામ (એસ.સી) વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મણિભાઇ જે. વાઘેલાએ રૂ. 13.98 કરોડ

૩. પાદરા વિધાનસભાના દિનેશભાઇ બાલુભાઇ પટેલે રૂ. 11.53 કરોડ જાહેર કરેલ છે.

મુખ્ય રાજકીય પક્ષોની પ્રત્યક્ષ ઉમેદવાર દીઠ સરેરાશ મૂલ્યની સંપતિ નીચે મુજબ છે.

કોંગ્રેસની રૂ. 7.95 કરોડ

BJPની લગભગ રૂ. 6.40 કરોડ

GPPના રૂ. 1.19 કરોડ

BSPના રૂ. 14.65 લાખ

JDUના રૂ. 13.66 લાખ

SPના રૂ. 24.94 લાખ અને

NCPના રૂ. 1.33 કરોડ છે.

ગુજરાત 2012ની એસેમ્બ્લીની ચૂંટણીમાં પૃથક્કરણ (અભ્યાસ કરાયેલા) 401 ઉમેદવારોમાંથી 86 (21 ટકા) ઉમેદવારોએ પોતાના PANની વિગત જાહેર કરી નથી.

ત્રણ કરોડપતિ ઉમેદવારોએ પોતાની PANની વિગત જાહેર કરેલ નથી.

1. BSPના 73માંથી 38 ઉમેદવારો
2. GPPના 73માંથી 15 ઉમેદવારો
3. JDUના 39માંથી 10 ઉમેદવારો
4. NCPના 6માંથી 2 ઉમેદવારો
5. SPના 37માંથી 11 ઉમેદવારોએ પોતાના PANની વિગત જાહેર કરેલ નથી.

ગુજરાત 2012ની એસેમ્બ્લી માટેની ચૂંટણી લડતા ઉમેદવારોના સોગંદનામામાં દર્શાવેલ વિગતો આધારે આવકવેરાના રીટર્ન અંગેનું પૃથક્કરણ

1. બળવંતસિંહ સી. રાજપૂત (સિધ્ધપુર વિધાનસભા/કોંગ્રેસ)એ સૌથી વધુ રૂ. 2.40 કરોડની વાર્ષિક આવક જાહેર કરી છે.
2. સૌરભ યશવંતભાઇ પટેલે (અકોટા વિધાનસભા/ભાજપ)એ રૂ. 1.40 કરોડ
3. ડૉ .પટેલ જયેશભાઇ ખેમાભાઇએ પારૂલ કોલેજવાળા (વાઘોડીયા વિધાનસભા/કોંગ્રેસ)એ રૂ. 88.05 લાખ વાર્ષિક આવક જાહેર કરેલ છે.

પૃથક્કરણ કરાયેલ કુલ 401 ઉમેદવારોમાંથી 45 ટકા એટલે કે 181 ઉમેદવારોનું વિશ્વ્લેષણ કર્યુ છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે તેમણે ક્યારેય આવકવેરા રીટર્ન ભર્યુ નથી.

પૃથક્કરણ કરાયેલા 181 ઉમેદવારોએ ક્યારેય આવકવેરા રીટર્ન ભર્યુ નથી. તેમાં BJPના સૌથી વધુ 92માંથી 18 ઉમેદવારો (20 ટકા), કોંગ્રેસના 88માંથી 19 ઉમેદવારો (22 ટકા), GPPના 73માંથી 32 ઉમેદવારો (44 ટકા), BSPના 73માંથી 62 ઉમેદવારો (85 ટકા) અને JDUના 30માંથી 21 ઉમેદવારો (70 ટકા) ઉમેદવારો છે.

સૌથી વધારે આવક હોવા છતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યુ નથી તેમાં દિલીપકુમાર વી. ઠાકુર (ચાણસ્મા વિધાનસભા/ભાજપ) ની સંપતિ સૌથી વધુ રૂ. 4.73 કરોડ છે. ત્યારબાદ કાંતિભાઇ એમ. સોધા પરમાર (આણંદ વિધાનસભા/કોંગ્રેસ)ની સંપતિ રૂ. 4.41 કરોડ અને મંગલભાઇ શંકરભાઇ ગોહીલ (વાઘોડીયા વિધાનસભા/જી.પી.પી)ની સંપતિ રૂ. 3.73 કરોડની છે.

English summary
Gujarat Election : 45 percent candidate not file income tax return.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X