આદિવાસી વોટબેંક માટે કોંગ્રેસનું સપનું સાકાર કરશે છોટુભાઇ?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે તે સ્તરે પહોંચી ગઇ છે કે એક એક વોટ હાર અને જીત માટે મહત્વનો સાબિત થઇ રહ્યો છે. ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાની આદિવાસી વોટબેંક પર જીત મેળવવા માટે કોંગ્રેસે છોટુભાઇ વસાવાનો સહકાર લીધો છે. છોટુભાઇ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બીટીપી નામની પાર્ટી બનાવી છે. જેને કોંગ્રેસ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ટિકિટ ફાળશે. આ હેઠળ છોટુભાઇ વસાવા તેમની મૂળ બેઠક ઝઘડીયાની ચૂંટણી લડશે. તો તેમની પાર્ટીના ઉત્તમ વસાવા માંડવીથી અને બીટીપીના ફાઉન્ડર મહેશ વસાવા ડેડીયાપાડાની બેઠકથી આ વખતની વિધાનસભાની ચૂંટણી લડશે.

Chhotubhai Vasava

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના એહમદ પટેલને જેડી (યુ) નેતા છોટુભાઇ વસાવાએ પાર્ટીની ઇચ્છાની વિરુદ્ધ જઇને વોટ આપ્યો હતો. અને તેમના કારણે જ એહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણીમાં જીતી શક્યા હતા. તેમના આ વોટના બદલે તેમણે અને કોંગ્રેસ એક બીજા સાથે ગઠબંધન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વોટ પાડવા માટે અને આદિવાસી મતોને પોતાની તરફ લેવા માટે આ ખાસ વ્યૂરચના બનાવી છે. ત્યારે આ વ્યૂરચના કોંગ્રેસ અને છોટુભાઇ માટે કેટલી કારગર રહે છે તે તો 18મી ડિસેમ્બર પછી જ જાણી શકાશે.

English summary
Gujarat polls: Congress ties up with Chhotubhai Vasava party, announces seat-sharing formula.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.