Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકામાં વરસાદ નોંધાયો
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઘણી જગ્યાઓએ ભારે વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત સરકારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, રાજ્યના કુલ 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ 3.98 ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે વિજયનગરના કેટલાક ગામોમાં પાણી ભરાયા, જેનાથી સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને નવસારીના ખેરગામમાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના કુલ 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગે આજે ભાવનગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
