Gujarat rain forecast : ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય, 4 સપ્ટેમ્બરથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat rain forecast : ગુજરાતભરમાં વરસાદી માહોલ ફરી જામશે. આગામી 4 સપ્ટેમ્બરથી એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમની અસર દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં વરસાદનું પ્રમાણ વધશે. આ સાથે જ પવનની ગતિ પણ તેજ બનશે, જેનાથી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
4 સપ્ટેમ્બર બાદ માત્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે.
હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
