ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ, ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી

સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લાના 156 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો.

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લાના 156 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. અલગ અલગ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ હવે ફરીથી મેઘરાજાની મહેર થતા લોકોએ રાહતના શ્વાસ લીધા. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સૌથી વધુ 85 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

અંબાજીમાં પણ સવારથી ધોધમાર વરસાદ

અંબાજીમાં પણ સવારથી ધોધમાર વરસાદ

વિગતવાર જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં 80 મીમી, વલસાડના ધરમપુરમાં 77 મીમ, નર્મદાના નાંદોદમાં 70 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. સુરતમાં 62, દાહોદમાં 59, ઉમરગામમાં 52, તિલકવાડામાં 47, માળિયામાં 46, સુરતના માંગરોળમાં 45, જૂનાગઢના માણાવદરમાં 41 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ છે. અંબાજીમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં વરસાદ

દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં વરસાદ થયો જેમાં ખંભાળિયામાં 24મીમી, ભાણવડમાં 49 મીમી, કલ્યાણપુરમાં 32 મીમી અને દ્વારકામાં 34 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખની છે તે ચોમાસામાં અત્યાર સુધી ખંભાળિયામાં 27.24%, ભાણવડમાં 24.61%, કલ્યાણપુરમાં 14.99% અને દ્વારકામાં 8.28% વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં પણ થલતેજ, બોડકદેવ, નિકોલ, ન્યૂ રાણીપ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

ગાંધીનગરમાં પણ વરસ્યો વરસાદ

ગાંધીનગરમાં પણ વરસ્યો વરસાદ

ગાંધીનગરમાં માણસાના બાલવા, ઉનાવા, વાસણીયા મહાદેવ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ વરસાદ શરૂ થતા લોકોએ રાહતનો દમ લીધો હતો. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X