For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. આગાહી મુજબ અરબ સાગરમાં સર્ક્યુલેશનના કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે જેમાં સૌરાષ્ટ્રરમાં અતિ ભારે વરસાદ રહેશે. વળી, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ રહેવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદની સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેવાની આગાહી છે.

વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની સંભાવના

વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની સંભાવના

તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 5 દિવસ વરસાદની આગાહી સાથે ત્રણ દિવસ વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સોમવારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે ભરબપોરે અંધારપટ થઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આંબાવાડી, જોધપુર, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ થયો હતો. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન વિભાગે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વળી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ડેમ ઓવરફ્લો થતા અપાયુ એલર્ટ

ડેમ ઓવરફ્લો થતા અપાયુ એલર્ટ

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 99.14 ટકા ભરાઈ જતા સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાથી ભોગાવો નદીમાં પાણી આવવાની સંભાવનાને પગલે તંત્ર સાબદુ બન્યુ છે. ડેમની કુલ ક્ષમતા 20 ફૂટ છે જેમાંથી હાલમાં 19.14 ફૂટથી વધુ પાણી છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઈને ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે.

English summary
Gujarat Rains: Heavy to very heavy rain forecast by IMD in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X