કોંગ્રેસની સ્થિતિ, દુબળી ગાયને બગાઇઓ ઘણી જેવી?

Posted By:
Subscribe to Oneindia News

આજથી ત્રણ મહિના પહેલા જો ગુજરાતના રાજકારણ પર નજર નાંખીએ તો ભાજપને બધી જ તરફથી ફટકાર મળી રહ્યો હતો. કારણ કે અનામતનો મુદ્દો હતો, કચ્છમાં ભાજપના નેતાઓ પર ગેંગરેપના આરોપ હતા, ઉના કાંડ, નશાબંધી જેવા અનેક સળગતા પ્રશ્નો પર ભાજપને ફટકાર પડી રહ્યો હતો. લોકો ભાજપના નેતાને તેમને ત્યાં એક ભાષણ પણ કરવા નહતા દેતા. અને કોંગ્રેસના નેતા બધી જગ્યાએ જઇને ભાષણ કરતા હતા. બધી જગ્યાએ કોંગ્રેસ આવે છે તેવા પોસ્ટર શીખે લાગ્યા હતા. પણ ત્રણ જ મહિનામાં ભાજપે તેવી ચાલ ચલી કે ભાજપનો સિક્કો ઉજળો થઇ ગયો અને કોંગ્રેસની હાલત ખરાબ. કોંગ્રેસ આવે છે વાત તો દૂર, કોંગ્રેસ માટે હાલની પરિસ્થિતિમાં રાજ્યસભામાં ટકી રહેવા પર પણ સવાલ ઊભો થયો છે. એટલે ટૂંકમાં કહીએ તો કોંગ્રેસ માટે ફરી એક વાર અસ્થિત્વનો સવાલ ઊભો થયો છે. અને પૂરના કારણે વળી પાછા લોકો ભાજપ તરફ વળ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તો હજી વાર છે પણ આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ બધાની સામે સ્વીકાર્યું છે કે તેમણે અહમદ પટેલને વોટ નથી આપ્યો. ઉલ્લેખનીય છે કે અહમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને ખૂબ જ લાંબા સમયથી ગુજરાત રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમણે જ્યારે થોડા સમય પહેલા આ માટે નામાંકન ભર્યું હતું ત્યારે અહમદ પટેલના જીતવાની સંભાવના પ્રબળ દેખાતી હતી. પણ થોડાક જ સમયમાં ભાજપે તેવી બાજી રમી કે કોંગ્રેસ ચારે ખાને ચિત્ત થઇ ગઇ છે. એક પછી એક જે રીતે કોંગ્રેસ પર મુશ્કેલીઓ આવી છે તે જોતા ગુજરાતી કહેવત મુજબ દુબળી ગાયને બગાઇઓ ધણી જેવી સ્થિતિ કોંગ્રેસ માટે ઊભી થઇ છે.

પહેલા રાજનામાં

પહેલા રાજનામાં

કોંગ્રેસના અહમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી માટે જ્યારે નામાંકન ભર્યું ત્યારે તેમણે પોતે સરળતાથી આ ચૂંટણીમાં જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પણ તેના એક દિવસ પછી જ કોંગ્રેસમાં ત્રણ લોકોએ રાજીનામાં આપી દીધા

શંકરસિંહ ભારે પડ્યા

શંકરસિંહ ભારે પડ્યા

જો કે આ તમામ ઘટનાઓની શરૂઆત શંકર સિંહ વાઘેલા અને કોંગ્રેસ વચ્ચેની શરૂઆતી વાટાઘાટોથી થઇ હતી. પહેલા બાપુ દિલ્હીની બે-ત્રણ મુલાકાતો લઇ આવ્યા અને જન્મદિવસે કહ્યું કોંગ્રેસે મને નીકાળી દીધો છે. સાથે જ કોંગ્રેસમાંથી તે પોતાના સર્મથકોને પણ ધીરે ધીરે લેતા જ ગયા. જેનું ઉદાહરણ છે તેમના નીકળ્યા પછી બલવંત સિંહ રાજપૂત સમેત પડેલા 6 રાજીનામાં

ખર્ચો માથે પડ્યો!

ખર્ચો માથે પડ્યો!

તે પછી કોંગ્રેસે ભાજપ પર હોર્સ ટ્રેડિંગના આરોપ લગાવ્યો. તેના એમએલએને તે બેંગલુરુ પણ લઇ ગઇ. સારામાં સારી જગ્યાએ પણ રાખ્યા પણ આજે રાજ્યસભાની ચૂંટણીની શરૂઆત થતા જ બે કોંગ્રેસી નેતાઓએ જાહેરમાં સ્વીકાર્યું કે તેમણે અહમદ પટેલને વોટ નથી આપ્યો. એટલે કે કોંગ્રેસનો તેમનો પર કરેલો ખર્ચો તો પાણીમાં જ ગયો ને!

કોંગ્રેસની સ્થિતિ

કોંગ્રેસની સ્થિતિ

કોંગ્રેસ ગુજરાતમાં 15 વર્ષથી લાંબા સમય સુધી સત્તામાં નથી આવ્યું. આ વખતે પણ તેની આવનારી સંભાવના એટલી પ્રબળ નહતી. પણ ચૂંટણી પહેલા ઉનાકાંડ, અનામત જેવા અનેક પરિબળો ભાજપના વોટ પાડવાની સંભાવના તરફ ઇશારો કરતા હતા. પણ દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ પોતે જ એટલી મુશ્કેલીમાં ફસાઇ ગયું છે કે ભાજપ સામે વાર કરવા માટે ફરી એક વાર નબળું થઇ ગયું હોય તેમ લાગે છે.

English summary
Gujarat Rajya Sabha Election : Congress facing worst time to survive in the race.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.