2002 ગુલબર્ગ કોમી તોફાનો મામલે નરેન્દ્ર મોદીને મળી ક્લિનચીટ

Posted By:
Subscribe to Oneindia News

2002માં ગુજરાતમાં થયેલા તોફાનો મામલે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ક્લીનચીટ મળી છે. તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ઝાકિયા જાફરીની અરજીને હાઇકોર્ટે ફગાવી છે. નોંધનીય છે કે ગુજરાત તોફાનોમાં મૃત્યુ પામેલા પૂર્વ કોંગ્રેસ સાંસદ અહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ આ મામલે મોદી-શાહને જે એસઆઇટીએ ક્લીન ચીટ આપી હતી તેની વિરુદ્ધમાં હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. ઝાકિયા જાફરી અને સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડના એનજીઓ સિટિજન ઓફ જસ્ટિસ એન્ડ પીસે આ તોફાનોને અપરાધિક કાવતરું ગણાવી આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં એસઆઇટીએ મોદી અને અમિત શાહ સમેત અન્ય લોકોને ક્લીન ચીટ આપી હતી. આ નિર્ણય પર ફરી વિચાર અને તપાસ કરવાની માંગ સાથે ઝાકિયા જાફરીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Zakia Jafri

આ કેસમાં નરેન્દ્ર મોદી સમેત 59 લોકોને ક્લીન ચીટ આપવામાં આવી છે. અને નીચલી કોર્ટનો નિર્ણય યોગ્ય જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઝાકિયાની અરજીમાં મોદી અને વરિષ્ઠ પોલીસ અધિકારી સમેત 59 લોકો પર અપરાધિક કાવતરા હેઠળ આરોપ લગાવી ફરીથી આ કેસમાં તપાસ કરવાની માંગણી કરી હતી. જસ્ટિસ સોનિયા ગોકાનીએ મામલે 3 જુલાઇએ સુનવણી પૂરી કરી હતી.

નોંધનીય છે કે 2002ના ગુજરાત તોફાનોમાં એક હજારથી વધુ લોકોની મોત થઇ હતી. અને કોંગ્રેસ નેતા અહસાન જાફરીને તોફાની ભીડે ક્રૂર રીતે માર્યા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિત શાહ ગૃહમંત્રી. આ સિવાય અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓના પણ 59 આરોપીઓમાં નામ હતા. જો કે આ મામલે એસઆઇટી દ્વારા કરવામાં આવેલી તપાસે ડિસેમ્બર 2013માં અમદાવાદની કોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી. અને આજે હાઇકોર્ટે પણ આ જ નિર્ણયને માન્ય રાખ્યો છે.

English summary
Gujarat riots: High Court rejects Zakia Jafri petition
Please Wait while comments are loading...