ગુજરાત રાજ્યસભાની ચૂંટણીએ રાજકારણીઓને કરાવ્યું જાગરણ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના પરિણામોને લઇને પાછલા 6 કલાકથી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. જે ચૂંટણીના પરિણામો સાંજે 6 વાગે જાહેર થવાના હતા તે કોંગ્રેસ અને ભાજપની સામ સામી ફરિયાદના કારણે અટકીને ઊભા છે. ત્યારે ચૂંટણી પંચે આ અંગે રાતના 11:30 વાગ્યે શું નિર્ણય લેવો તે અંગે જાહેરાત કરવાનું છે. પણ તે પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને ભાજપના રાષ્ટ્રપ્રમુખ અમિત શાહ સાંજથી તેમના કાર્યકર્તાઓ સાથે ગાંધીનગરના કાઉન્ટીંગ સેન્ટર આગળ બેઠા છે. આમ એક રીતે જોવા જઇએ તો ગુજરાત રાજ્યસભાની ચૂંટણીએ ભાજપ અને કોંગ્રેસના રાજકીય અને રાષ્ટ્રીય તમામ નેતાઓને રાજકીય જાગરણ કરવા માટે મજબૂર કરી દીધા છે.

amit shah

એટલું જ નહીં ચૂંટણી પંચમાં કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા જતા ગુજરાતના આ ડ્રામો દિલ્હી પણ સીફ્ટ થઇ ગયો હતો. અને તેણે તમામ મોટા નેતાઓને દોડતા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતમાં અનેક રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવી છે પણ આવું આ જ પહેલા કદી પણ કોઇ રાજ્યસભાની ચૂંટણીમાં નથી થયું. હાલ સમગ્ર નેશનલ મીડિયા પણ ખાલી આજ ચર્ચા પર લાગ્યું છે. ત્યારે રાજ્યસભાની આ ચૂંટણીમાં કોઇ એક પક્ષ કે બન્ને પક્ષોની જીત પછી પણ સામાન્ય નાગરિકને કોઇ ફાયદો થશે કે કેમ તેવો સવાલ હાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.

English summary
Gujarat: Amit Shah, CM Vijay Rupani, Bhupender Yadav & othe rparty members sitting outside counting center in Gandhinagar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.