કેન્દ્રએ ગુજરાતના 17 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યાં

રાજ્ય સભામાં પરિમલ નથવાણીએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રના જળસંસાધન ખાતાના પ્રધાન હરીશ રાવતે ઉપરોક્ત જાણકારી પૂરી પાડી હતી. પ્રધાનના જણાવ્યા અનુસાર ગુજરાતના દુકાળગ્રસ્ત જાહેર કરાયેલા 17 જિલ્લાઓમાં અમદાવાદ, જામનગર, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે.
આ અંગે સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે "કેન્દ્રના કૃષિ મંત્રાલયે વર્ષ 2012-13માં ઓછા વરસાદને કારણે સર્જાયેલા પાણીની તંગીને કારણે દેશના 85 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. તેમાંથી 17 ગુજરાતમાં, 26 જિલ્લાઓ કર્ણાટકમાં, 4 જિલ્લા કેરાલામાં, 16 જિલ્લા મહારાષ્ટ્રમાં અને 12 જિલ્લા રાજસ્થાનમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા."












Click it and Unblock the Notifications
