ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગોડલના યુવકે પીએમ નરેન્દ્ર મોદી માટે માની આવી

ગોડલના યુવકે પીએમ નરેન્દ્ર મોદી માટે માની આવી "માનતા"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂ500 અને રૂ 1000ની નોટ બંધીના નિર્ણયથી પ્રેરાય ગોંડલના યુવાન ભરતભાઈ ખજૂરીયાએ માથામાં મોદી લખાવ્યું છે. અને તે આ રીતે 31 ડિસેમ્બર સુધી રાખશે. તેમનું કહેવું છે કે તેમના આ નાનકડા પ્રયાસથી ભગવાન આ મહત્વપૂર્ણ કાર્યમાં પીએમ મોદીજીને આશીર્વાદ અને પ્રેરણા પુરી પાડે તે માટે કર્યું છે. અને તેમણે આ માટે મહાદેવજીને પ્રાર્થના પણ કરી છે.

મહેન્દ્ર મશરૂએ જાતે ચા અને નાસ્તો વેચી લોકોને કરી સહાય

મહેન્દ્ર મશરૂએ જાતે ચા અને નાસ્તો વેચી લોકોને કરી સહાય

જૂનાગઢના સેવાભાવી સાંસદ તેવા મહેન્દ્ર ભાઇ મશરૂએ નોટબંધનીના કારણે લાંબી લાઇનો નોટ બદલાવવા ઊભેલા લોકોને જાતે ચા અને નાસ્તાની વહેંચણી કરી. અને લોકોની મુશ્કેલી ઓછી કરવાનો પ્રયાસ કર્યો.

દિવમાં જૂની નોટોને વિદેશી નોટોમાં બદલતી કંપની પર દરોડો

દિવમાં જૂની નોટોને વિદેશી નોટોમાં બદલતી કંપની પર દરોડો

દિવની એક ખાનગી કંપની પર કલેક્ટરે રેડ પાડીની 19 લાખ રૂપિયાની કિંમતની 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જપ્ત કરી છે. આ ખાનગી કંપની જૂની નોટોને વિદેશી નોટોમાં બદલીને કાળા નાણાં સફેદ કરવાનું કામ કરતી હતી. જે અંગે રેડ પાડી કમિશ્નર આ સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું છે.

વડોદરામાં કમકમાટીભર્યા અકસ્માતમાં 8નો ચમત્કારિક બચાવ

વડોદરામાં કમકમાટીભર્યા અકસ્માતમાં 8નો ચમત્કારિક બચાવ

વડોદરા નજીક એનએચ-8 નજીક આવેલા વરસાડા ગામા પાસે બંધ ટ્રકની પાઠળ એક એસયુવી કરા ઘૂસી ગઈ હતી અને કારની પાછળ આવી રહેલી લકઝરી બસે પણ કારને અડફેટે ચઢાવી હતી જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે આશ્ચર્યન અને સુખદ બાબતએ હતી કે કારનો ખુદડો બોલી ગયો હતો પરંતુ તેમાં સવાર 8 વ્યકતિઓનો આબાદ બચાવ થયો હતો. જેક ઇજા ગગ્રસ્ત થયેલી વ્યક્તિઓને 108ની મદદથી સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કારમાં મુસાફરી કરી રહેલા હડિયા પરિવારના લોકો અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા.

નો કેશના પાટિયાથી આણંદ નડિયાદના લોકો પરેશાન

નો કેશના પાટિયાથી આણંદ નડિયાદના લોકો પરેશાન

સરકાર દાવો કરી રહી છે કે તેઓ ઝડપથી બધે જ નવી નોટો પહોંચાડી રહ્યા છે પરંતુ આણંદ અને નડિયાદમાં બેંકોમાં હવે ચલણી નોટો રહી નથી અને મોટા ભાગની બેંકમાં "કેશ નથી"ની સૂચના લગાવી દેવામાં આવી છે. આ સમસ્યાને કારણે આણંદ, નડિયાદ, ખેડા તથા આસપાસના ગામોમાં વસતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

મોરબીમાં ગીચ ઝાડીમાંથી મળી આવી નવજાત બાળકી

મોરબીમાં ગીચ ઝાડીમાંથી મળી આવી નવજાત બાળકી

રાજકોટ નજીકના મોરબીના પીપળીયા ગામની ચોકડી પાસેથી નવજાત બાળકી મળી આતી હતી. વહેસી સવારે જઈ રહેલા એક મુસાફરે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ અવાજની દિશઆમાં આગળ વધતા હતા ત્યારે તેમને ગીચ ઝાડીમાં ત્યજી દેવામાં આવેલી બાળકી મળી આવી હતી. આ દ્રશ્ય જોતા જ બાળકીને ઝાડીમાંથી કાઢી રાહદારીએ આસપાસ બૂમ પાડી હતી પરંતુ કોઈ જોવા મળ્યું ન હતુ ત્યાર બાદ રાહદારી તેમજ સ્થાનિકોએ પોલીસને જાણ કરી બાળકીને પોલીસને સોંપી હતી. પોલીસે હાલ બાળકીને સારવાર માટે મોકલી આપી છે.

નર્મદા જિલ્લામાં જોવા મળી આફ્રિકામાં મળતી દુલર્ભ ગરોળી

નર્મદા જિલ્લામાં જોવા મળી આફ્રિકામાં મળતી દુલર્ભ ગરોળી

નર્મદા જિલ્લમાં રહેતા નીરવભાઈ તડવીના ઘરે આફ્રિકાના જંગલોમાં જોવા મળીત હોય તેવી ચટાપટ્ટાવાળી ગરોલી જોવા મળતા સ્થાનિકોમાં ભય તથા કૂતતુહલ ફેલાયું હતું. આફ્રિકાના જંગલમાં જોવા મળતી દુર્લભ પ્રજાતિની આ ચટાપટ્ટાવાળી ગરોળી નર્મદા જિલ્લામાં તિલકવાડામાં રહેતા નીરવભાઇને ત્યાં જોવા મળી હતી. કાળા તેમજ પીળા રંગની ગરોળી જોવા મળતા આ જીવ ઝેરી છે કે બિન ઝેરી તે જાણવા માટે નીરવભાઈએ વાઇલ્ડ સેવિયર કલબને જાણ કરી હતી. ત્યાર બાદ વાઇલડ સેવિયર કલબના સભ્યોએ આ ગરોળીને સુરક્ષિત સ્થળે છોડી હતી તેમજ જણાવ્યું હતું કે જો આફ્રિકાની આ દુર્લભ ગરોળીને ગુજરાતમાં અનુકૂળ વાતાવરણ મળશે તો તે ગુજરાતમાં ઉછરી શકે છે.

જન ધન યોજના પર પૈસાદારોની આંખ

જન ધન યોજના પર પૈસાદારોની આંખ

કાળા નાણાંને ધોળા કરવા માટે કેટલાક પૈસાદારો હવે ગરીબોની જન ધન યોજના પર નજર કરી રહ્યા છે. તે પણ એક નરી વાસ્તવિકતા છે. માટે જ આવી બાબત ધ્યાને આવતા નવસારીમાં હળપતિ સમાજ દ્વારા આવા લોભ-લાલચમાં નહીં આવી જવા બાબતે સાવધ રહેવાની સૂચના આપતી નોટિસ કાર્યાલયના નોટીસ બોર્ડ ઉપર મૂક્યા છે. નવસારી હળપતિ સમાજસેવા મંડળના માજી પ્રમુખ અશોકભાઈ રાઠોડે આ મુદ્દે લોકજાગૃતિનો પ્રયાસ કરતા કહ્યું હતું કે હાલ લોકોની 500 અને 1000ના નોટની એક્સચેંજ માટે જે લાઈન લાગે છે તેમાં ગરીબ મધ્યવર્ગના લોકો છે,અને છેતરપિંડીના કારણે તેઓ નુકસાનમાં જઈ શકે છે માટે આ કામ કરવામં આવ્યું છે.

English summary
Read here, 18nd november 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...