For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ 6 મહિનાથી બંધ ગીરનુ જંગલ ખુલ્યુ, પહેલા દિવસે 250થી વધુ લોકોએ માણી સફારીની મઝા

દુનિયામાં એશિયાઈ સિંહો માટે જાણીતુ ગીર અભ્યારણ્ય પર્યટકો માટે ફરીથી ખુલી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ગીર સોમનાથઃ દુનિયામાં એશિયાઈ સિંહો માટે જાણીતુ ગીર અભ્યારણ્ય પર્યટકો માટે ફરીથી ખુલી ગયુ છે. કોરોના મહામારીના કારણે અહીં કોઈ પણ પ્રકારની ગતિવિધિ પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે આ મહિનાથી ફરીથી પર્યટકો ફરી શકશે. સાથે જ સફારી વેનની પણ મઝા લઈ શકાશે. વન્ય વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે મહિનાઓ સુધી ગીર જંગલને બંધ રાખવામાં આવ્યુ પરંતુ હવે કોરોના હોવા છતાં પર્યટકોને મંજૂરી આપી દેવામાં આવી છે. જે બાદ પહેલા જ દિવસે 250થી વધુ પર્યટકોએ જંગલની સફારી કરી.

gir

સાસણના ઉપ વન સંરક્ષક (ડીસીએફ) મોહન રામે પણ ગીર જંગલ ખુલવા અંગે જણાવ્યુ કે અહીં ફરતા લોકોએ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવુ પડશે. લોકોમાં આના માટે ઘણો ઉત્સાહ છે. વળી, મુખ્ય વન સંરક્ષક(સીસીએફ) દુષ્યંત વસાવડાએ કહ્યુ કે મહામારીના જોખમને જોતા અત્યારે કોવિડ-19ના બધા દિશા-નિર્દેશ લાગુ કરવામાં આવશે.

જંગલમાં ફરવા માટે પહેલા એક વેનમાં 6 લોકોને બેસવાની મંજૂરી આપવામાં આવતી હતી પરંતુ હવે 3 પર્યટકોને જ વેનથી ફરવા દેવામાં આવશે. આ ઉપરાંત બસમાં પણ 50% જ પર્યટકોને સોશિયલ ડિસ્ટંસીંગ સાથે બેસવા દેવામાં આવશે. વળી, 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને અભ્યારણ્યમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહિ. આ નિર્ણય કોરોના સંક્રમણને કારણે લેવામાં આવ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઃ મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરોબિહાર વિધાનસભા ચૂંટણીઃ મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

English summary
Gujarat's Gir forest Open, Flagged off to tourists for safari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X