For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉનાકાંડ પછી પીડિત દલિતોએ કર્યો હિંદુ ધર્મનો ત્યાગ, જણાવ્યું આ દુખ

ઉનાકાંડના પીડિત દલિતોનો ભાજપ સરકાર પર આરોપ નથી પૂરા કર્યા કોઇ પણ વાયદા. આ દલિતોએ રવિવારે અપનાવ્યો હતો બૌદ્ધ ધર્મ. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ઉનાકાંડના પીડિત દલિતોએ પોતાના ધર્મનું પરિવર્તન કરાવ્યું છે. રવિવારે અનેક દલિત પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. ઉનાના મોમટા સામઢિયાલામાં ચાંપતો પોલીસ બંદોવસ્ત વચ્ચે અનેક દલિતોએ બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી. દલિતોએ આ પ્રસંગે તેવો પણ આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં તેમને મંદિરના નથી જવા દેવામાં આવતા. ધર્મ પરિવર્તન કરાવનાર એક પીડિત રમેશ સરવૈયાએ કહ્યું કે તેમની સાથે અન્યાય થયો છે. ઉનાકાંડના જે પણ આરોપી હતા તે હાલ જમાનત લઇ બહાર આવી ગયા છે. સાથે જ પીડિતએ કહ્યું કે સરકારે તેમના વાયદા પૂરા નથી કર્યા. ધર્મ પરિવર્તન પછી તેમણે કહ્યું કે તેમનો બીજો જન્મ થયો છે અને તે ખૂબ જ ખુશ છે.

una dalit

નોંધનીય છે કે 11 જુલાઇ 2016ના રોજ કેટલા લોકોએ ગૌરક્ષાના નામે આ દલિતોને નગ્ન હાલતમાં કાર સાથે બાંધીને લોખંડના રોડથી તેમની પીટાઇ કરી હતી. તે પછી આ મામલે સમગ્ર ગુજરાત સમેત દિલ્હી સુધી વિરોધ થયો હતો. અને તે વખતના ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અહીં દોડતા આવવું પડ્યું હતું. આ પછી વિજય રૂપાણીએ પણ આ દલિતોને ન્યાય આપવાનું જણાવ્યું હતું. સાથે જ કોંગ્રેસ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેનો મુદ્દો બનાવ્યો હતો. અને ચૂંટણી પહેલા રાહુલ ગાંધીથી લઇને હાર્દિક પટેલ પણ આ લોકોને અહીં મળવા આવ્યા હતા.

English summary
Gujarat's Una Dalits converted to Buddhism. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X