For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો, વરિષ્ઠ નેતા નરેશ રાવલ- રાજુ પરમાર બીજેપીમાં જોડાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 પહેલા રાજકીય પક્ષો પોતપોતાની દાવ લગાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમારે પોતાનો પક્ષ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 પહેલા રાજકીય પક્ષો પોતપોતાની દાવ લગાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમારે પોતાનો પક્ષ છોડીને સત્તાધારી પક્ષનું સભ્યપદ લીધું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે નરેશ રાવલ અને રાજુ પરમાર ભાજપમાં જોડાયા છે.

Gujarat

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસના નેતાઓને ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે કેસરી સાફા પહેર્યો હતો. તેમની સાથે તેમના ઘણા સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. તસવીરોમાં તમે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમારને જોઈ શકો છો.

આ કાર્યક્રમમાં નરેશ રાવલે સંબોધનમાં જણાવ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ તેથી ખૂબ આંનદની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ ખૂબ આદર પુર્વક પ્રવેશ આપ્યો. કોંગ્રેસના આગેવાનોમાં ગુજરાતના લોકો પ્રત્યે તિરસ્કારની ભાવના હોય તેવો અનુભવ થતો. કોંગ્રેસના નેતાઓ ગુજરાતના ઉદ્યોગ પતિ હોય કે ગુજરાતના ખેલાડીઓ હોય તેમનું સતત અપમાન કરે છે.પહેલા દેશમાં જેમ મહાત્મા ગાંઘી અને સરદાર પટેલની જોડીએ જે રીતે દેશનું નેતૃત્વ કર્યુ તેમ આજે પીએમ મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં તેજોદ્રેષ થયો છે તેના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં કોઇ શરત વગર જોડાયા છીએ પાર્ટી જે પણ કામ સોંપશે તે નિષ્ઠા પુર્વક કરીશું. આજે કોંગ્રેસે પણ મોડે મોડે દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના તિરંગા યાત્રાને સમર્થન કરવું પડયું છે.

આ કાર્યક્રમમાં રાજુ પરમારે સંબોધનમાં જણાવ્યું કે,આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અમને ખૂબ આદર પુર્વક પાર્ટીમાં જોડયા. આવનાર દિવસમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના આગેવાનોની આગેવાનીમાં રાજય તેમજ દેશના વિકાસ માટે કામ કરવાનો પ્રયાસ કરીશું અને પાર્ટીને વધુ મજૂબૂત કરવા પ્રયાસ કરીશું. પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં ઘણો ફેર છે. અત્યારે ગુજરાત કોંગ્રેસમા ફકત બે કે ચાર નેતાઓનો કંટ્રોલ છે. પાયાના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સતત અવગણના કરતા હોવાથી આજે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ જંયતી કવાડિયા, પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, વિજાપુરના ઘારાસભ્ય રમણભાઇ, પ્રદેશના પ્રવકતા યમલ વ્યાસ, પ્રદેશના સહ પ્રવકતાઓ શ્રી ભરત ડાંગર,ડો.રૂત્વીજ પટેલ, હિતેન્દ્ર પટેલ, પ્રદેશ સોશિયલ મીડિયા સેલના સહકન્વીન મનનભાઇ દાણી,મહેસાણા જીલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ, નેતા જયરાજસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat: Senior Congress leaders Naresh Rawal And Raju Parmar joined BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X