For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 12 ડિસેમ્બરે સતત 7મી વાર સરકાર બનાવશે ભાજપ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત 20 કેબિનેટ મંત્રી લેશે શપથ

ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 12 ડિસેમ્બરે સતત સાતમી વાર સરકાર બનાવવા જઈ રહી છે. જેમાં સીએમ સહિત 20 કેબિનેટ મંત્રીઓ શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

Gujarat Shapath Grahan: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ હવે 12 ડિસેમ્બરે સતત સાતમી વાર સરકાર બનાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 20 અન્ય કેબિનેટ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. આજે એટલે શનિવારે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપની પોતાના ધારાસભ્ય દળની બેઠક થશે. ત્યારબાદ બપોરે લગભગ 2 વાગે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ.

bhupendra patel

ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના નેતૃત્વવાળા મુખ્યમંત્રીઓ સામેલ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે ભૂપેન્દ્ર પટેલ સાથે લગભગ 20 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે અને આગલા દિવસથી જ પોતાના કાર્યભાર સંભાળી લેશે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટો મેળવીને પ્રચંડ બહુમતથી જીત મેળવી છે. જે ગુજરાત રચના બાદ કોઈ પણ પાર્ટી દ્વારા જીતવામાં આવેલી સૌથી મોટી સંખ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ 5 તેમજ સપાએ 1 અને અપક્ષના 3 ઉમેદવારો જીત્યા છે. ભાજપે સતત સાતમી વાર વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં લગભગ 1,92 હજાર મતોના અંતરથી જીત મેળવી રેકૉર્ડ બનાવ્યો છે.

English summary
Gujarat Shapath Grahan: BJP will form govt on 12 December, CM Bhupendra Patel and 20 cabinet ministers will take oath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X