For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાનના શરૂઆતના તબક્કામાં ઠેકઠેકાણે EVM ખોટકાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં શરૂઆતી કલાકોમાં આ સ્થળો પર ઇવીએમ મશીન બગડ્યાના સમાચાર આવ્યા છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. અને મતદાન શરૂ થતા જ કેટલેક ઠેકાણેથી ઇવીએમ તથા વીવીપેટ ખોટકાયાના અહેવાલ આવી રહ્યા છે. સુરત તેજમ તાપી જિલ્લામાંથી ઇવીએમ ખોટકાયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. સુરત ખાતે આશરે 15 -20 મિનિટ ઇવીએમ ખોરભાયા બાદ નવા ઇવીએમ સાથે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી ઇવીએમ ખોટકાયાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે

Surat

સૌ પ્રથમ તો સુરતના લિંબાયતમાં ઇવીએમ ખોટવાયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા તેના કારણે મતદારોનો સમય વ્યય થયો હતો. તો માંડવીમાં પણ 15 જેટલા ઇવીએમ શરૂઆતમાં ખોટકાતા 130 જેટલા મતદાન મથકોએ મતદાન પ્રક્રિયા ખોંરભે ચઢી છે. તેમજ વીવીપેટ પણ ખોટકાયા હતા. જ્યારે સુરત જિલ્લાના બારડોલીના બાબેન ગામે તો મતદારો વહેલી સવારથી લાઇનો લગાવીને ઉભા હતા પરંતુ ઇવીએમ વ્યવસ્થિત ન હોવાથી મતદાન ઘણું મોડું શરૂ થયું હતું. ત્યારે હવે અહીં પ્રશ્ન એ છે કે મતદાન નિયત સમયે જ પૂર્ણ કરાશે કે પછી સમય લંબાવવામાં આવશે. તો પોરબંદરમાં અને વેરાવળમાં પણ આ જ પ્રકારની સમસ્યા ઉભી થઈ હોવાના અહેવાલ છે.

Evm
English summary
First phase of Gujarat elections : In this area EVM Machine and VVPAT machine not working.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X