ગુજરાતઃ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી થયા કોરોના સંક્રમિત, ટ્વિટ કરીને આપીને માહિતી
ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદઃ કોરોના સંક્રમણની બીજી લહેરે સમગ્ર દેશમાં કહેર વર્તાવ્યો છે એવા સમયમાં ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે. જિગ્નેશ મેવાણીએ ખુદ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેઓ છેલ્લા 10 દિવસથી પોતાના મત વિસ્તારમાં હતા અને પોતાની તબિયત નાદુરસ્ત લાગતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પૉઝિટીવ આવ્યો હતો.

જીગ્નેશ મેવાણીની તબિયત હાલમાં સ્થિર છે અને તેઓ આઈસોલેશનમાં છે. તેમણે ટ્વિટ કરીને અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો ક્વૉરંટાઈન થઈ જાય અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. વળી, જિગ્નેશ મેવાણીએ લોકોને માસ્ક પહેરવા, ઘરમાં રહેવા અને સોશિયલ ડિસ્ટંસીંગ જાળવવાની પણ અપીલ કરી છે. જિગ્નેશ મેવાણીએ વધુમાં પોતાના ટ્વિટમાં જીવના જોખમે ફરજ બજાવી રહેલ મેડિકલ સ્ટાફ, ડૉક્ટરો સહિત અન્ય ફ્રંટલાઈન વર્કર્સનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘણા મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, બાબુ જમના પટેલ, શૈલેષ મહેતા, વિજય પટેલ, ભીખા બારૈયા, નૌશાદ સોલંકી હર્ષ સંઘવી જેવા ઘણા ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત વીઆઈપીની સુરક્ષામાં તૈનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
