Gujarat Weather Alert : ગુજરાતમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
Gujarat Weather Alert : ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મે મહિનામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આશંકા છે.

આગાહી મુજબ, 8 મેના રોજ ઉત્તર ભારતની સાથે ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. આ ફેરફારનું મુખ્ય કારણ સાયક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ છે, જેના લીધે હવામાનમાં બદલાવ આવશે.
આ ઉપરાંત મે થી 4 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડાનું નિર્માણ થવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના હવામાન પર પડી શકે છે. આ વાવાઝોડાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
આ બદલાતા હવામાનને લઈને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ છે. ખાસ કરીને, આંધી અને વંટોળના કારણે નુકસાન ન થાય તે માટે તૈયારી રાખવી જરૂરી છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં મેં મહિનાની શરૂઆત સાથે જ પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ જાય છે. પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે ધુળની ડમરી જોવા મળી શખે છે.
રાજ્યમાં જૂન મહિનાના બીજા અઠવાડિયા આસપાસ ચોમાસાની એન્ટ્રી થતી હોય છે ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલ્ટો આવશે તે નક્કી છે.
જણાવી દઈએ કે, ભારતમાં આંદામાન નિકોબારથી થાય છે અને ઉત્તર ભારત તરફ આગળ વધે છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થાય છે.












Click it and Unblock the Notifications
