Gujarat Weather: એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Weather: આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સિઝનનો 69 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મુંબઈમાં 22 ઓગસ્ટ સુધી એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ગુજરાતમાં આગામી 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે તે જોઈએ.
Gujarat Rain Forecast: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે મંગળવારે 19મી ઓગસ્ટના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ સાથે હવામાન વિભાગે, બુધવારે 20મી તારીખે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 21મીથી વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો
Gujarat Rain: રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 74.12 ટકા પાણીનો જથ્થો છે. નર્મદા ડેમમાં 76.40 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
