Gujarat Weather: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 અને 8 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
વળી, હવામાન વિભાગે રાજ્યમાં આજે અને કાલે એટલે કે 5 અને 6 જુલાઈના રોજ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે. પહેલા બે દિવસ સામાન્ય જ્યારે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈના રોજ અતિ ભારે વરસાદ રહેશે. વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગીર સોમનાથ, મોરબી, ડાંગ અને નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે 7 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદનુ અનુમાન છે.
8 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે. 9 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
તમને જણાવી દઈએ કે આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશ 11.13 ઈંચ સાથે મોસમનો 32.27 ટકા વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે ચોથી જુલાઈ સુધી ગુજરાતમાં પાંચ ઈંચ સાથે સિઝનનો 14 ટકા વરસાદ પડ્યો હતો. રાજ્યમાં એક મહિનામાં 97966 કરોડ લિટર પાણી જળાશયોમાં સંગ્રહિત થઇ ચૂક્યું છે. જૂનમાં રાજ્યના 251 તાલુકા પૈકી 112 તાલુકામાં સિઝનનો 25%થી વધુ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
