Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, આજથી કરશે ખમૈયા

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હવે રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે. આજે ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ વરસાદની સિસ્ટમ હાલમાં ગુજરાત પર સક્રિય નથી.

guj rain

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. ડૉ. મનોરમાના જણાવ્યા મુજબ ભારે વરસાદની સંભાવના નહિવત છે. જો કે, દરિયો તોફાની રહેવાની અને ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને પગલે ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આઈએમડીના મુજબ ગુજરાત પર હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, માત્ર મોનસુન ટ્રફ પસાર થઈ રહ્યુ છે. જેના પરિણામે વરસાદની સંભાવના નહિવત છે. જો કે, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સિઝનનો 83 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. વળી, સૌરાષ્ટ્રમાં 20 ટકા વધુ વરસાદ થયો છે. કચ્છમાં 132 ટકા અને સૌરાષ્ટ્રમાં 105 વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે કે જૂનાગઢમાં શનિવારે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. શહેર આખુ દરિયામાં ફેરવાઈ ગયુ હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. વાહનો અને પશુઓ તણાઈ ગયા હતા. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. રવિવાર સુધી રાજ્યના મુખ્ય 207 ડેમમાં 53.83 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. 49 ડેમ ઓવરફ્લો થયા છે. 77 ડેમ હાઈએલર્ટ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X