આણંદના આકાશની અમેરિકામાં ગોળી મારીને હત્યા

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાયે સમયથી યુએસએમાં ભારતીયો પર થતા હુમલાની ઘટનાઓ જોવા મળી રહી છે અને આ શ્રેણીમાં હવે વધુ એક ઘટના ઉમેરાઇ છે. છેલ્લા ઘણાએ સમયથી નોર્થ કરોલિનામાં સેટલ થયેલ અને મૂળ આણંદના આકાશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આકાશ લગભગ છેલ્લા એક દાયકાથી અમેરિકામાં રહીને વેપાર કરતા હતા. ત્યાંના સમય અનુસાર રાત્રે ત્રણ વાગે અજ્ઞાત હુમાલાખોરો દ્વારા આકાશ પર હુમલો કરવામાં આવ્યો હતો. કહેવાઇ રહ્યું છે કે, તેમનો ઇરાદો લૂંટને હતો, પરંતુ આકાશે તેમનો વિરોધ કરતા તેને ગોળી મારવામાં આવી હતી.

Gujarat Crime

આ ગોળીબારમાં આકાશનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. છેલ્લા એક દાયકાથી અમેરિકામાં રહેતા આકાશ ત્યાં જ સેટલ થયા હતા. તેમના પિતા આંણદ ખાતે આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ છે. 40 વર્ષીય પુત્રની હત્યાના સમાચાર મળતાં તેમના પરિવાર પણ જાણે આભ ફાટ્યું હતું. છેલ્લા 20 વર્ષથી આકાશ અને તેનો પરિવાર નોર્થ કેરોલિનામાં સેટલ થયા હતા અને જાન્યુઆરી માસમાં તેઓ પોતાના પરિવારને મળવા આણંદ પણ આવવાના હતા.

English summary
Anand: Gujarati NRI businessman Akash, hails from Anand, shot dead in North Carolina.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.