For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સૌપ્રથમ ટ્રાએન્ગ્યુલર રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 9 માર્ચઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં ગુજરાતના સર્વપ્રથમ ટ્રાએન્ગ્યુલર રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ગુજરાત વિરોધીઓ ગુજરાતની વિકાસયાત્રાને રોકવા લગાતાર કોઇને કોઇ પેંતરા રચી જ રહ્યા છે. ગુજરાતની જનતાએ પોતાના મિજાજથી આ વિરોધીઓને ચૂંટણીમાં ફેંકી દીધા પણ એમનો અહંકાર હજુ છૂટતો નથી.

પ્રતિ દિવસ દોઢ લાખ વાહનોની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવનારા ગોંડલ રોડ-મવડી રોડ ટ્રાએન્ગ્યુલર રેલવે ઓવરબ્રીજ રૂા. પ૮ કરોડના ખર્ચે તૈયાર થયો છે. મુખ્યમંત્રીએ રાજકોટ શહેરને ઉત્તમ સ્વચ્છતા અને સેનિટેશન અને મહિલા સુરક્ષાના એવોર્ડ મળ્યા તેના સન્માનના સૌથી અધિકારી રાજકોટની જનતાને આપતા જણાવ્યું કે સમાજના સંસ્કારો જ નારી સુરક્ષાને સંવર્ધિત કરે છે. એ માટે મુખ્યમંત્રીએ શહેરના નાગરિકોને અભિનંદન આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી ગૌરવ અને નારી સુરક્ષા માટે ગુજરાતે પ્રેરણા આપી છે તેમ તેમણે જણાવ્યું હતું.

દિલ્હી સહિત દેશમાં માતા બહેનોનું સન્માન અને સુરક્ષા પ્રશ્નાર્થ બની જાય એવી હૈયું કંપાવતી ઘટનાઓના માહોલમાં વિવેકાનંદજીના દોઢસોમાં વર્ષમાં સંસ્કાર સંક્રમણ અને માનવમૂલ્યોનું જતન કરવાનો આજનો આ અવસર પ્રેરણા આપે છે.

રાજકોટના તેજ ગતિના વિકાસ અને જાહોજલાલી માટેની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજકોટ આજે આધુનિક વિકાસના શહેર ગૌરવશાળી પંક્તિમાં આવી ગયું છે.

શહેરી વિકાસ માટેના ર૦૦૭ના વર્ષમાં રાજ્ય સરકારે શહેરી નાગરિકોની સુખાકારી-સુવિધામાં ગૂણાત્મક બદલાવ લાવવા બજેટમાં જે જોગવાઇ કરી છે તે અભૂતપૂર્વ છે. ગુજરાતની નગરપાલિકા-મહાપાલિકાઓએ મુખ્યમંત્રી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજનામાં કરોડો કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક વિકાસની તેજ રફતાર જાળવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ વર્ષે અપૂરતા વરસાદના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જળાશયો ડેમો સૂકા થતાં જ રાજ્ય સરકારે ભગીરથ જહેમતથી પાણીનો પ્રબંધ હાથ ધર્યો છે. ઙ્કસૌનીઙ્ખ યોજનાના સુયોજિત આયોજન સાથે કાઠિયાવાડના અર્થતંત્ર, ખેતી, ડેરીવિકાસને નવી શકિત મળવાની છે. એની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

ગુજરાત અને ગુજરાતી તરીકેનું દેશ-વિદેશમાં ગૌરવ થઇ રહયું છે, તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકાસની અનુભૂતિથી આ ગૌરવ મળ્યું છે. ગુજરાતની જનતાનો મિજાજ એવો છે કે વિકાસની આડે આવનારા તત્વોને જળમૂડથી ફેંકી દીધા છે, ચૂંટણી પછીના જનચૂકાદાને માથે ચડાવવાને બદલે નિરાશા હતાશાનું ભયંકર મોજુ વિકાસ-વિરોધીઓ ઉપર ફરી વળ્યું છે છતાં તેમનો અહંકાર ઓગળતો નથી.

દેશમાં વિકાસના અરમાનોની પૂર્તિ કરવાની દેશના શાસકોની નિષ્ફળતા એવી છે કે કેન્દ્રના બજેટમાં પ્રજાની આશા-આકાંક્ષા યુવાનો, મહિલાઓના સશકિતકરણ માટે કોઇ પ્રબંધ નથી, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

જેમને ગુજરાત ગમે છે તે ગુજરાતની પ્રશંસા કરતા થાકતા નથી પણ જેમને ગુજરાતનો વિરોધ કરવો છે તેઓ ગુજરાતના વિકાસને ઝાંખપ લગાડવા પાણીમાંથી પોરા કાઢે છે. પણ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઇ ઉપર લઇ જવાની બ્રેક લાગશે નહીં. તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ગુજરાતની નર્મદા યોજનાના ડેમમાં દરવાજા મૂકવા માટે કેન્દ્ર સરકાર નકારાત્મક માનસિકતા ધરાવે છે તેની ટીકા તેમણે કરી હતી.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ગોવિંદ પટેલે ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા સતત અન્યાય થઇ રહયો છે જે આજે સમગ્ર ગુજરાતની જનતા જોઇ રહી છે. આજે જે ઓવરબ્રીજનું લોકાર્પણ થયું છે તે રાજકોટવાસીઓ માટે ગૌરવપ્રદ બાબત છે. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા મહાનુભાવોનું કમિશનર અજય ભાદુએ પુષ્પગુચ્છ, બુકે તથા પુસ્તકોથી સ્વાગત કર્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી તથા પૂર્વ સાંસદ વિજય રૂપાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે 'જ્યાં માનવી ત્યાં સુવિધા' તથા 'વિવાદ નહી સંવાદ'ની નીતિને વરેલા રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ આ ઓવરબ્રીજનું બાંધકામ ઓરિજીનલ એસ્ટીમેટ કરતા રૂ. આઠ કરોડ જેટલા ઓછા ખર્ચે કરી બતાવ્યું છે, તે માટે આ બ્રીજના નિર્માણ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અભિનંદનના અધિકારી છે. રાજકોટ મહાનગરપાલિકાને સફાઇ, નારી સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થા ક્ષેત્ર ત્રણ એવોર્ડ્ઝ મળ્યા છે,તે બાબતનો સગૌરવ ઉલ્લેખ કરતા રૂપાણીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આવનારા દિવસોમાં ભગવતીપરા અને આમ્રપાલી જેવા ગીચ વિસ્તારોમાં ઓવરબ્રીજનું નિર્માણ કરી ટ્રાફિક સંચાલન ક્ષેત્રે અવ્વલ સ્થાન રાજકોટ મહાનગરપાલિકા મેળવીને રહેશે.

English summary
Chief minister Narendra Modi on Friday inaugurated Gujarat's first of its kind triangular railway overbridge in rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X