For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આવશે દિલ્લી જેવુ ગવર્નન્સ મૉડલ, જનતા ઈચ્છે છે પરિવર્તનઃ રાઘવ ચઢ્ઢા

રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ અમરેલીની પદયાત્રા દરમિયાન કહ્યુ કે...

|
Google Oneindia Gujarati News

અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોઈ આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાની સ્થિતિ બનાવવા માટે એડીચોટીનુ જોર લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે તથા રાજ્યભરના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પર ચારે તરફથી ભાજપને ઘેરવાની રણનીતિ ઘડી કાઢી છે અને પૂરજોશથી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કરવો શરૂ કરી દીધો છે. ત્યારે રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ અમરેલીની પદયાત્રા દરમિયાન કહ્યુ કે ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. દિલ્લીમાં આપ સરકારે સાત વર્ષ કામ કર્યુ છે. વળી, પંજાબમાં 7 મહિના કામ કર્યુ છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ અહીં જનહિત માટે કોઈ પણ પગલાં લેવાયા નથી.

Raghav Chaddha

રાજ્યસભાના સાંસદ અને 'આપ' ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એરપોર્ટ પર આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઈન્દ્રનીલ રાજગુરુ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનુ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ રાઘવ ચઢ્ઢાએ રાજકોટમાં એક મહત્વની પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી અને ત્યાંથી રાઘવ ચઢ્ઢા પદયાત્રામાં ભાગ લેવા અમરેલી પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ પદયાત્રા ધારીના તાલુકા પંચાયતથી શરૂ થઈને ધારીના લાઈબ્રેરી ચોક ખાતે સમાપ્ત થઈ. જેમાં રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે પદયાત્રા કરીને ધારીના સ્થાનિક લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. આપ દ્વારા આયોજિત પદયાત્રામાં અમરેલીના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રાઘવ ચઢ્ઢાની સાથે સ્થાનિક લોકોએ ભાગ લીધો અને જણાવ્યુ કે તેઓ આમ આદમી પાર્ટી સાથે છે.

રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યુ કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાની સમસ્યાઓનો અવાજ બનવા ભૂતકાળમાં 'પરિવર્તન યાત્રા' અને 'તિરંગા યાત્રા' જેવી અનેક યાત્રાઓનુ આયોજન કર્યુ છે અને તેને સફળતાપૂર્વક પૂર્ણ પણ કર્યુ છે. દર વખતે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ગુજરાતની જનતાનો ઘણો પ્રેમ અને સંપૂર્ણ સમર્થન મળ્યુ છે.
હવે આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તનનુ કારણ બનશે તે નિશ્ચિત છે. આમ આદમી પાર્ટી હંમેશા જનતા માટે કામ કરતી આવી છે અને કરતી રહેશે. અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલી ગેરંટી સમયસર આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પૂરી કરવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ અને 'આપ' ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ અમરેલીની પદયાત્રા દરમિયાન જનમેદનીને સંબોધીને જણાવ્યુ હતુ કે ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. એક તરફ દિલ્લીમાં 7 વર્ષનુ કામ, પંજાબમાં 7 મહિનાનુ કામ અને બીજી તરફ ગુજરાતમાં 27 વર્ષથી ચાલી રહેલી ભાજપની સરકાર જેણે ક્યારેય જનહિત માટે કોઈ પગલુ ભર્યુ નથી.

English summary
gujjus wants change, gujarat will get governance model same as delhi says raghav chaddha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X