ભાજપની વેબસાઇટ હેક, મોદીનો તિરંગો સળગાવતો ફોટો કરવામાં આવ્યો શેર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમદાવાદ, 7 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જૂનાગઢ એકમની વેબસાઇટને અજાણ્યા લોકોએ હેક કરી લીધી અને તેમણે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ફોટા સાથે છેડછાડ કરેલો ફોટો લગાવી દિધો એટલું નહી આરએસએસ વિરૂદ્ધ ટિપ્પણી પર પોસ્ટ કરી દિધી.

પાર્ટી એકમે આ મુદ્દે એફઆરઆઇ દાખલ કરાવી દિધી છે. ભાજપની જૂનાગઢ એકમના પ્રભારી રાજૂ જીવાનીએ જણાવ્યું હતું કે તેમણે રવિવારે સવારે આ ઘટનાની જાણકારી મળી. તેમણે જણાવ્યું હતું કે જેવા તે કાર્યાલય પહોંચ્યા, અમારા આઇટી સેલના કર્મચારીઓએ મને જણાવ્યું કે કોઇએ આપણી વેબસાઇટ www.bjpjunagadh.org ને હેક કરી લીધી છે અને ભાજપની છબિને ખરાબ કરવા માટે ફોટા અને ટિપ્પણીઓ અપલોડ કરી છે.

bjp-logo

જીવાણીએ જણાવ્યું કે તેમણે આઇટી સેલના પ્રમુખ સંજય માનવરને આ અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે એક છેડછાડ કરવામાં આવેલા ફોટામાં નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપના નેતાઓને તિરંગાને સળગાવતાં જોઇ શકાય છે. 'એક અન્ય ફોટામાં તે લોકો તિરંગા પર ઉભા છે.' જીવાણીએ જણાવ્યું કે તેમણે આ ફોટાને પુરાવા તરીકે સુરક્ષિત કરી લીધો છે અને હેકિંગ વિશે પાર્ટીના હાઇકમાન્ડને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે તેમણે અજાણ્યા હેકરો વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ કરાવી છે, હાલમાં વેબસાઇટ પરથી આ પેજને હટાવી દેવામાં આવ્યું છે.

English summary
BJP Junagadh unit’s website was allegedly hacked by unknown persons who uploaded “morphed” photographs of party’s PM nominee Narendra Modi and posted comments against RSS, a party functionary said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X