હળવદમાંથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો, આરોપીની ધરપકડ

Subscribe to Oneindia News

મોરબી નજીકના હળવદ વિસ્તારમાં જુગાર તથા દારૂના કેસો શોધી કાઢવા માટે કરવામાં આવેલ સુચના આપવામાં આવી હતી, જે હેઠળ મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ થઇ હતી. હળવદ વિસ્તારમાં ખાનગી બાતમીદારો દ્વારા માહિતી મેળવીને ગેરકાયદે ચાલતા દૂર વેચાણની પ્રવૃત્તિ અટકાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી, જેને આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

halvad

જુના દેવળીયા ગામથી ચકમપર ગામ જવાના જુના રસ્તે નર્મદા કેનાલના પુલ પાસે કિશોરભાઈ બચુભાઈ દેગામા (રહે. મોતીનગર, જુના દેવળીયા, તા.હળવદ)ની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જાતે ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હતા. આ અંગે માહિતી મળતા પંચો સાથે પ્રોહિબિશનના કાયદા અન્વયે દરોડો પાડતા કિશોરભાઈ બચુભાઈ દેગામાને પકડી પાડ્યા હતા અને ઈંગ્લીશ દારૂની કુલ 84 બોટલ, જેની કિંમત રૂા.25,200 તથા ઈંગ્લીશ દારૂના 180 એમએલના 5 નંગ, કિંમત રૂા.250 મળી આવ્યા હતા. પોલીસને કુલ રૂા.25,450 નો મુદ્દામાલ ઝડપાયો હતો. આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

English summary
Halvad: Police arrested a man with English liquor.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.