હુલ્લડ હેવાયા અ'વાદીઓની નવી છબી, કર્ફ્યુના કંપનથી કાંકરિયાની કમાલ સુધી

Written By:
Subscribe to Oneindia News

કર્ફ્યુ....!!!! એક એવો શબ્દ જેના અંગે સાંભળ્યું ઘણું છે અને વાંચ્યું પણ ઘણું છે કે, ફલાણી જગ્યાએ રમખાણ થતાં, ધમાલ થતાં કે શહેરનું વાતાવરણ ડહોળાતા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું. ગુજરાતે પણ આવા કર્ફ્યુ અનેકવાર જોયા છે.....પણ જ્યારથી જીવનમાં સમજણતાંનું આગમન થયું ત્યારથી આ શબ્દનો અનુભવ થયો નથી અને હું અને મારી સમકક્ષ પેઢી ક્યારેય એ શબ્દને અનુભવવા માગતા પણ નથી.....

‘હુલ્લડના હેવાયા માણસ
કર્ફ્યુથી ટેવાયા માણસ...'

ગુજરાત માટે અને ખાસ કરીને આજે 604 વર્ષના થયેલા અમદાવાદ માટે આ ઉક્તિ જાણીતી હતી. કર્ફ્યુ માટે દેશ જ નહીં પરંતુ પરદેશમાં પણ અમદાવાદને કર્ફ્યુગ્રસ્ત શહેર કહેવાતું હતું, પરંતુ આજે જે રીતે ગુજરાતે વિકાસની દિશામાં હરણફાળ ભરી છે અને જે રીતે અમદાવાદનો ચહેરો બદલાયો છે, તેને જોતાં ચોક્કસપણે આ વાક્યો ઇતિહાસની અટારીમાં એક ઇતિહાસ બનીને રહી જશે. આજે અમદાવાદનો જન્મ દિવસ છે, તેથી આજે જે કંઇપણ વાત કરીશ તે માત્ર અમદાવાદ સાથે જોડાયેલા મારા સ્મરણોના આધારે જ કરીશ. અમદાવાદે છેલ્લા 12 વર્ષથી કર્ફ્યુનો અનુભવ કર્યો નથી. આજે અમદાવાદ અને ગુજરાતમાં જે સદ્ભાવ સર્જાયો છે તેનો યશ કોઇપણ લઇ શકે છે. તે પછી સરકાર તરીકે ભાજપ કે પછી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના નામે આ યશ જતો હોય તો તેમાં વાંધો પણ નથી કારણ કે રમખાણો અંગે એક વાત હંમેશા કહેવાતી હોય છે કે તેમાં રાજકારણ કે સરકારનો હાથ હોય છે.

2002ના રમખાણો

2002ના રમખાણો

આમ જો ગોધરાકાંડ અને તે પછીના રમખાણો અંગે તે વખતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને ભાંડવાની કોઇ તક વિરોધીઓ ન ચૂકતા હોય તો સતત રમખાણો અંને કર્ફ્યુનો ઇતિહાસ ધરાવતું અમદાવાદ શહેર જો છેલ્લા 12 વર્ષથી શાંતિ અને સદભાવ સાથે રહેતું હોય તો તેનો યશ નરેન્દ્ર મોદીને આપી શકાય, પરંતુ અહીં આજે જ્યારે અમદાવાદ તેના સ્થાપના દિવસની ઉજવણી કરતું હોય તો એક પ્રજા તરીકે દરેક વ્યક્તિને તેની શાંતિ અને સદ્ભાવના સાથે જ નિસબત હોય, શ્રેય ભલેને કોઇપણ લે.

વિકાસથી વણાયા માણસ, શાંતિના સથવારે માણસ...

વિકાસથી વણાયા માણસ, શાંતિના સથવારે માણસ...

‘વિકાસથી વણાયા માણસ
શાંતિના સથવારે માણસ...'
અહીં કહેવાનો તાત્પર્ય માત્ર એટલો જ છે કે ખરા અર્થમાં આ શાંતિ અને સદ્ભાવનાનો સાચો શ્રેય જનતાને જાય છે, જે એકસૂત્રતામાં બંધાઇને જૂની યાદો ભૂલાવી આગળ વધવામાં માને છે. આ પ્રજાની શક્તિનો જ પરિચય છે કે આજે અમદાવાદને કર્ફ્યુમુક્ત શહેર તરીકેની નવી ઓળખ મળી છે. આ એ ઓળખ છે કે જેને આજની પેઢી ઓળખે છે અને આ જ ઓળખ સાથે આગળ વધવા માગે છે. આજની પેઢી અમદાવાદના એ હિંસક દોરને આશ્ચર્યથી સાંભળે છે ખરી, પણ અમદાવાદને એવા દોરમાં ફરીથી જતું જોવા માગતી નથી.

 આગળ વધવાની વૃત્તિ ખરેખર બિરદાવવાલાયક

આગળ વધવાની વૃત્તિ ખરેખર બિરદાવવાલાયક

અમદાવાદ અંગે કહું તો 2001નો ભૂંકપ, 2002ના રમખાણ અને ત્યારબાદ 2008માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ.... અને આ પહેલા પણ અનેકવાર રમખાણોનો ભોગ બનેલા આ શહેરનો જોમ, જુસ્સો, વિતેલી વાતોને વિસરાવીને આગળ વધવાની વૃત્તિ ખરેખર બિરદાવવાલાયક છે, આજે અમદાવાદ એક વિકસીત શહેર તરીકે જ નહીં પરંતુ એક એવું શહેર બની ગયું છે કે, તેની મારી સમકક્ષ પેઢી અને આવનારી પેઢી કદાચ એ શબ્દથી કાયમ માટે અજાણ રહેશે કે આ શહેર ક્યારેક કર્ફ્યુનું શહેર કહેવાતું હતું. કાંકરિયા તળાવની જગમગ થતી રોશની, રિવરફ્રન્ટ ખાતે વિદેશી શહેર જેવો નજારો, બીઆરટીએસ, મસમોટી બિલ્ડિંગ્સ વિવિધ બાબતો આજે અમદાવાદને બધા શહેરોથી અલગ કરી રહી છે.

અલગ દિશા આપવામાં જોતરાઇ ગયા

અલગ દિશા આપવામાં જોતરાઇ ગયા

મે અમદાવાદના 2001ની ભૂંકપની વ્યથા, 2002ના રમખાણની વેદનાને જરૂર જોયી કે અનુભવી નથી પરંતુ 2008ના વિસ્ફોટના જે ઘાવ અમદાવાદને લાગ્યા હતા એનું દર્દ આજે પણ અનુભવાય છે, આજે પણ એવા અનેક પરિવાર છે જે એ દર્દને દિલના કોઇ એક ચોક્કસખૂણામાં છૂપાવીને એ દર્દને શક્તિમાં પરિવર્તિત કરી અમદાવાદને અલગ દિશા આપવામાં જોતરાઇ ગયા, જેના ફળશ્રૂતિ રૂપે આજે બહારથી આવતા પ્રવાસીઓ અહીં રોકાઇ જવા અને અમદાવાદને પોતાના જીવનનો હિસ્સો બનાવી દેવા મોહિત થઇ જાય છે.

પોતિકાપણાની ભાવના

પોતિકાપણાની ભાવના

અમદાવાદ અંગે સાંભળ્યું હતું કે આ શહેર ‘સ્વાર્થી' છે, બની શકે કે કોઇકને તેનો અનુભવ પણ થયો હશે... છતાં આ સ્વાર્થીપણામાં આપણને પોતિકાપણાની ભાવના પણ જોવા મળે છે, જે મે અહીં આવીને અનુભવ્યો છે.

તારી અદા પર ફિદા થઇ જિંદગી

તારી અદા પર ફિદા થઇ જિંદગી

‘તારા પોતિકાપણા ને બકા શબ્દ પર ફિદા થઇ જિંદગી
બદલાતા પ્રવાહ સાથે જોડાઇ જવાની તારી અદા પર ફિદા થઇ જિંદગી
2002ના રમખાણો કે 2008ના વિસ્ફોટ, તારી હિંમત પર ફિદા થઇ જિંદગી...'

જન્મદિવસ મુબારક અમદાવાદ.....

English summary
Happy birthday ahmedabad, city get curfew free status.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.