For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ, સુરતમાં મેઘ મહેર; ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 જુલાઇ : ગરમી અને બફારાથી કંટાળેલા ગુજરાતીઓમાં મંગળવારે 15 જુલાઇના રોજ આનંદની લહેર વ્યાપી ગઇ હતી. રાજ્યના અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં વરસાદે જોરદાર એન્ટ્રી મારતા જ લોકો ગેલમાં આવી ગયા હતા. વરસાદી ઠંડકની રાહતમાં તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તેમજ વોટ્સઅપ જેવી મેસેન્જિંગ એપ્લિકેશન્સમાં એક બીજાને 'હેપ્પી મોનસૂન'ના વધામણા આપ્યા હતા.

છેલ્લા બે દિવસથી પડું પડું કરીને હાથતાળી આપી જતા મેઘરાજાએ અમદાવાદ અને સુરતમાં મોડી સાંજે કૃપા વરસાવી હતી.જેના પગલે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

સુરતમાં દિવસ દરમિયાન વરસાદની ઝરમર ચાલુ રહી હતી. જો કે મોડી રાત્રે મેઘરાજાએ ધમધમાટી બોલાવી દીધી હતી. અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં એક પછી એક વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેના કારણે અનેક લોકો લટાર મારવા નીકળ્યા હતા.

pics-rain-mumbai-which-disturbed-the-daily-life-01

ભારે વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ધ્યાનમાં આવી હતી. અમદાવાદમાં એસ જી હાઇવે પાસેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગે 15 જુલાઇથી 48 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા બે દિવસોમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વાપી, વલસાડ, સેલવાસ અને દમણમાં આજે સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. વરસાદને પગલે ઉમરગામ, વલસાડ, પારડી અને વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. મંગળવારે રાતથી વલસાડ શહેર તથા તાલુકા 8 ઇંચ, ઉમરગામ તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે માત્ર એક કલાકમાં જ 2.12 ઇંચ જેટલો વરસાદ પડી જતા શહેરમાં પાણી પાણી થયા હતા.

જ્યારે મહારાષ્ટ્રના મુંબઇમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મોટાભાગના ઉત્તર-પૂર્વના રાજ્‍યોમાં આવતા 24 કલાકમાં છૂટોછવાયો તથા ભારે વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાએ જણાવ્‍યું છે કે દિલ્‍હી અને ઉત્તર ભારતમાં ચોમાસુ ફરી સક્રિય થઇ રહ્યું છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્‍ય ભારતમાં પણ ચોમાસુ સક્રિય થઇ રહ્યાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

English summary
Happy monsoon messages floating in Ahmedabad, Surat ; Heavy rains forecast in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X