For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હર ઘર તિરંગા', પીએમ મોદીના માતા હીરાબાએ બાળકોમાં રાષ્ટ્રધ્વજનુ કર્યુ વિતરણ

આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ 100 વર્ષની વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બ

|
Google Oneindia Gujarati News

આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ 100 વર્ષની વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે હીરાબાએ પણ તિરંગો લહેરાવ્યો હતો. હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડા ના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

Hiraba

ઉલ્લેખનિય છેકે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ ત્રણ દિવસ દેશના સ્વાભિમાનની ઉજવણી 'હર ઘર તિરંગા'થી થશે. દરેક ઘર પર તિરંગો ફરકશે એ માહોલ જ અલગ હશે. 1 ઓગસ્ટથી કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ મારફત રાષ્ટ્રધ્વજ આપવાનું શરૂ કર્યું છે, સાથે સાથે ગુજરાતનાં 22 જેટલાં ખાદી ભવનના કેન્દ્રોમાંથી વેચાણ થઈ રહ્યું છે. આ વખતે 15 ઓગસ્ટે પોસ્ટ ઓફિસો ચાલુ રહેવાની છે અને ત્યાંથી પણ કેન્દ્ર સરકારે નક્કી કરેલા ભાવમાં રાષ્ટ્રધ્વજ મળશે. હકીકતમાં રાષ્ટ્રધ્વજ ખાદીનો જ ફરકવો જોઈએ, પણ સરકારે હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા ટેક્સટાઈલના કાપડમાં રાષ્ટ્રધ્વજ પ્રિન્ટ કરવાની છૂટ આપી છે. ફૂટપાથ પર અલગ અલગ કિંમતથી રાષ્ટ્રધ્વજનું વેચાણ થાય છે.

સામાન્ય રીતે તિરંગો ખાદીનો જ ફરકાવવાનો નિયમ છે. આ વખતે ત્રણ દિવસ માટે ટેક્સટાઈલના ફ્લેગની છૂટ અપાઈ છે. અલબત્ત, ખાદી ભવનોમાંથી નાનાથી લઈ મોટાં રાષ્ટ્રધ્વજ વેચાઈ રહ્યા છે. દરેક રાષ્ટ્રધ્વજની સાઇઝ મુજબ ભાવ નક્કી છે. ખાદીમાં પણ બે પ્રકારના રાષ્ટ્રધ્વજ બને છે. સિંગલ તાર અને ડબલ તારના. એમાં ડબલ તારનો ફ્લેગ જાડો હોય અને બે તરફ સિલાઈવાળો હોય છે. ગુજરાતમાં 22 જેટલાં ખાદી કેન્દ્રો છે. એમાંથી 8 કેન્દ્ર અમદાવાદમાં છે. આ તમામ કેન્દ્રોમાંથી છેલ્લા સપ્તાહમાં જ 23 લાખ રૂપિયાના તિરંગાનું વેચાણ થઈ ચૂક્યું છે અને બીજા 60 લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ અમદાવાદ 9 તારીખે મંગળવારે સાંજે આવી પહોંચ્યા છે અને એનું વેચાણ પણ શરૂ કરી દેવાયું છે.

English summary
'Har Ghar Tiranga', PM Modi's mother Heeraba distributed national flag among children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X