For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : આપ માટે ગુજરાતમાં હરભજન સિંહ કરશે ચૂંટણી પ્રચાર, જાણો સ્ટાર પ્રચારકોની યાદી

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આ સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આ સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ માટે ગુજરાતનું મેદાન જાણીતું છે, જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલી વાર લડી રહી છે.

આપ દ્વારા 20 સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એક નામે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે, તે છે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ. આપના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે.

આપનો દાવો - સૌથી વધુ સીટો જીતી રહી છે આમ આદમી પાર્ટી

આપનો દાવો - સૌથી વધુ સીટો જીતી રહી છે આમ આદમી પાર્ટી

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી આ વર્ષે પહેલીવાર ગુજરાતની તમામ 182 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સાથેAAPનો દાવો છે કે, તે આ વખતે સૌથી વધુ સીટો જીતી રહી છે.

AAP ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહી હોવાથી આ ચૂંટણીમાંલોકોને ત્રણ વિકલ્પ મળશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે.

ઇસુદાન ગઢવીના નામની જાહેરાત આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી.જે બાદ ઇન્દ્રનીલ રાજગુરૂએ આપમાંથી રાજીનામુ આપીને કોંગ્રેસમાં જોડાયા હતા.

આપના 20 સ્ટાર પ્રચારક

આપના 20 સ્ટાર પ્રચારક

  • અરવિંદ કેજરીવાલ
  • મનીષ સિસોદિયા
  • ભગવંત માન
  • સંજય સિંહ
  • રાઘવ ચઢ્ઢા
  • હરભજન સિંહ
  • ઈસુદાન ગઢવી
  • ગોપાલ ઈટાલીયા
  • અલ્પેશ કથીરિયા
  • યુવરાજ જાડેજા
  • મનોજ સોરઠીયા
  • જગમલ વાળા
  • રાજુ સોલંકી
  • પ્રવીણ રામ
  • ગૌરી દેસાઈ
  • માથુર બલદાણીયા
  • અજીત લોખીલ
  • રાકેશ હીરાપરા
  • બિજેન્દ્ર કૌર
  • અનમોલ ગગન માન
આપે 179 ઉમેદવારોના નામ જાહેર કર્યા

આપે 179 ઉમેદવારોના નામ જાહેર કર્યા

આ અગાઉ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની 14 યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 10 નામ હતા.અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી માટે તેના 179 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ગુજરાતમાં ક્યારે થશે મતદાન, ક્યારે આવશે પરિણામ

ગુજરાતમાં ક્યારે થશે મતદાન, ક્યારે આવશે પરિણામ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 8 ડિસેમ્બરેમતદાન થશે. રાજ્ય વિધાનસભાના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.

English summary
Harbhajan Singh will campaign for AAP in Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X