વડોદરામાં હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો

Written By:
Subscribe to Oneindia News

રવિવારે પીએમ મોદી વડોદરા પહોંચે એ પહેલાં વડોદરા જિલ્લાના વાઘોડિયા બ્લોકમાં હાર્દિક પટેલ દ્વારા કિસાન પંચાયત યોજવામાં આવી હતી. પીએમ મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે તથા વડોદરામાં લગભગ 1000 કરોડની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરનાર છે. આ પહેલાં રવિવારે સવારે જ હાર્દિક પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે, 'આજથી સતત 10 દિવસ સુધી રાજ્યના 6 જિલ્લાઓમાં અનામત અને ખેડૂતોના મુદ્દે હું જનસભાનું આયોજન કરીશ. જો હું ખોટો હોઉં તો જનતા નહીં આવે અને સાચો હોઇશ તો આવશે.' આ જ શ્રેણીમાં વડોદારમાં હાર્દિક પટેલની આગેવાની હેઠળ ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

hardik patel

અહીં હાર્દિક પટેલે કહ્યું હતું કે, સંમતિ વિના જમીનમાં વીજળીના થાંભલા લગાવવામાં આવ્યા છે. ખેડૂતો ચિંતાતુર છે. ખેડૂતોની જમીન જતી હોય ત્યારે ટેલિકોમ કંપની તેમને ભાડું આપે છે. તે જ રીતે જેટકો તરફથી પણ ખેડૂતોને માસિક 5થી 7 હજાર રૂપિયાનું ભાડુ મળવું જોઇએ. જો લડત નહીં આપીએ તો ભવિષ્યમાં આવી વીજ લાઇનો નંખાતી જ રહેશે. સત્તામાં કોંગ્રેસ હોય કે ભાજપ, આપણા પ્રશ્નોના ઉકેલ માટે આપણે સાથે મળીને લડવું પડશે. કોંગ્રેસ ચોર છે તો ભાજપ મહાચોર છે. આપણા હિતોનું રક્ષણ ન કરે એ પક્ષ આપણા કામનો નથી. ભાજપ એટલે બળાત્કારી જનતા પાર્ટી, આગામી ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે વિકાસ ગાંડો થયો છે જેવા સૂત્રો યાદ રાખવા પડશે.

English summary
Hardik Patel addressed farmers in Khedut Panchayat at Vadodara.
Please Wait while comments are loading...