For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેન રાજ્યપાલને મળ્યા, રાજીનામાં અંગે નેતાઓની પ્રતિક્રિયા

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પત્ર લખીને રાજીનામાંની અપીલ કરી હતી. જે બાદ આનંદીબેન રાજ્યપાલ ઓ.પી.કહોલીને મળવા પહોંચ્યા હતા. જ્યાં તે અધિકૃત રીતે તેમનું રાજીનામું રાજ્યપાલશ્રીને આપશે. નોંધનીય છે કે ધણા લાંબા સમયથી આનંદીબેનના મુખ્યમંત્રી પદેથી રાજીનામા અને પક્ષમાં ખેંચતાણની વાતો બહાર આવી રહી હતી.

બે વર્ષમાં આનંદી પટેલે મુખ્યમંત્રી તરીકે ગુજરાત માટે શું શું કર્યું છે તે જાણો.

વળી દલિત આંદોલન અને તે પહેલા પાટીદાર આંદોલન વખતે આનંદીબેન સ્થિતિને જાળવી રાખવામાં અસફળ રહ્યા હતા તેવી વાતો ઉડી હતી. આ પહેલા પણ જ્યારે આનંદીબેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળવા ગયા હતા ત્યારે રાજીનામાની વાતે જોર પકડ્યું હતું. પણ તે વખતે વિજય રૂપાણી આ તમામ વાતોને પોકળ કહી હતી. જે બાદ આજે આનંદીબેનનું આ રાજીનામું ખરેખરમાં ગુજરાત રાજકારણ માટે ચોંકવનારું સાબિત થયું હતું. ત્યારે આ અંગે કોંગ્રેસ અને પાટીદાર નેતાઓ શું પ્રતિક્રિયા આપી તે અંગે જાણો વધુ અહીં....

આનંદીબેનનો પત્ર

આનંદીબેનનો પત્ર

સોશ્યલ મીડિયા પર આનંદીબેન જે પત્ર લખી આલા કમાન્ડ પાસેથી રાજીનામાની વાત કરી છે તે પરથી લાગી રહ્યું છે કે 75 વર્ષની ઉંમરે સ્વચ્છેએ નિવૃત્તિ લેવાનો જે નવો ટ્રેન્ડ છે તે આ પાછળ જવાબદાર રહ્યો છે.

હવે કોણ?

હવે કોણ?

ત્યારે ભાજપના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થશે તે અંગે પણ અનેક ચર્ચા વિચારણાઓ શરૂ થઇ ગઇ છે જે મુજબ પુરુષોત્તમ રૂપાલા, નિતિન પટેલ અને વિજય રૂપાણીના નામો પર ટોપ લિસ્ટમાં દેખાઇ રહ્યા છે.

હાર્દિક પટેલ: રાજીનામાંથી કોઇ ફરક નહીં

હાર્દિક પટેલ: રાજીનામાંથી કોઇ ફરક નહીં

પાટીદાર નેતા હાર્દિક પટેલે આનંદીબેનના રાજીનામાંની અનેક વાર માંગ કરી હતી જે બાદ તેમના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા હાર્દિકે કહ્યું કે અનામતની લડાઇ અને આનંદીબેનના રાજીનામાંથી કોઇ ફરક નથી પડતો. તેમની માંગ અનામતની છે અને તે અનામત લઇને જ જપશે.

અહેમદ પટેલ: ભાજપની હાર

અહેમદ પટેલ: ભાજપની હાર

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે આનંદીબેનના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આનંદીબેન આ રાજીનામું ભાજપના પરાજય સમાન છે.

અમિત શાહ

અમિત શાહ

અમિત શાહે કહ્યું કે આનંદીબેન આ અંગે પહેલા પણ ઇચ્છા બતાવી ચૂક્યા હતા પણ સ્થાનિક ચૂંટણીના કારણે તે વખતે શક્ય નહતું થયું. વધુમાં તેમણે કહ્યું કે આનંદીબેનનો આ પત્ર તે સંસદીય બોર્ડ સામે મુકશે અને સંસદીય બોર્ડ તે અંગે આખરી નિર્ણય લેશે. વધુમાં આનંદીબેનના વખાણ કરતા અમિત શાહે કહ્યું કે એક મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન શ્રેષ્ઠ કામ કર્યું છે. અને મોદી બાદ પણ ગુજરાતના વિકાસ માટે અવિરત પ્રયત્નશીલ રહ્યા છે.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

વિજય રૂપાણીએ કહ્યું કે 75 વર્ષનો જે પાર્ટીનો નવો નિર્ણય છે તેને અનુસરીને આનંદીબેનની આ અપીલ આવકારવા લાયક છે. જો કે આ અંગે ફાઇનલ નિર્ણય દિલ્હી હાઇકમાન્ડનો રહેશે.

લોકોની પ્રતિક્રિયા

આ અંગે ટ્વિટર પર પણ ટેન્ડ શરૂ થઇ ગયો છે અને લોકો આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

English summary
Read here, how various leaders react on CM Anandiben resignation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X