હાર્દિક: જો યુવાનો આપધાત કરશે તો હું આંદોલનથી ખસી જઇશ!
હાર્દિક પટેલ પર વધુ એક કેસ દાખલ થયો છે. આ વખતે તેની પર મંગળવારે સુરતની લાજપોર જેલથી વિસનગર કોર્ટમાં રજૂ કરતી વખતે તેની પાસેથી કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાના આરોપ સહ ફરિયાદ નોંધવામાં આવી છે. જેલર શંકા જતા તેણે બેગની તપાસી કરી હતી. જેમાંથી મોબાઇલ, ચાર્જર અને કેટલીક અન્ય વસ્તુઓ મળી આવી હતી.
વધુમાં આ વસ્તુઓ સાથે હાર્દિક દ્વારા લખવામાં આવેલ એક પત્ર પણ મળી આવ્યો છે. જેમાં હાર્દિકે આંદોલનના કારણે આત્મહત્યા કરતા યુવાનોને ચીમકી આપી છે કે જો તેમણે આ રીતે આત્મહત્યા કરવાનું છોડ્યુ નહીં તો તે આ આંદોલનથી ખસી જશે. હાર્દિક પટેલ ખાસ આ વાત પર ભાર મૂક્યો છે કે યુવાનોને કહો કે તે અનામતના નામે આત્મહત્યા ના કરે. નોંધનીય છે કે હાલમાં અનામતની માંગ સાથે જેતપુરના એક યુવક આત્મહત્યા કરી હતી. વધુમાં આ મામલે અત્યાર સુધીમાં ત્રણ યુવાનો આત્મહત્યા કરી ચૂક્યા છે.

વધુમાં આ પત્રમાં 27 મુદ્દા સ્વીકારાય તો સમાધાન થશે કે તેવી વાત હાર્દિક પટેલ જણાવી છે. નોંધનીય છે કે 27 માંગણીઓનો પત્ર હાર્દિકે સરકારે પણ આપ્યો છે. તેવું હાર્દિકે કોર્ટમાં લઇ જતી વખતે મીડિયાને જણાવ્યું હતું. પણ લાજપોર જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ સાથે હાર્દિક પકડાતા હાલ તો તેની પર વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જે તેની મુશ્કેલીઓ વધારી શકે છે.












Click it and Unblock the Notifications
