Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલે કર્યાં પારણાં

19 દિવસ બાદ હાર્દિક પટેલે પારણાં કરી લીધાં છે.

અમદાવાદઃ 25મી ઓગસ્ટથી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન પર બેઠો હતો. ખેડૂતોનું દેવું માફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિની માગણી સાથે હાર્દિકે સરકારની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. 19 દિવસ સુધી અન્ન અને 2 દિવસ સુધી હાર્દિકે જળ ત્યાગ કર્યો હતો. આ દરમિયાન કેટલાંય રાજકિય નાટકો જોવા મળ્યાં હતાં, કોંગ્રેસે ટેકો જાહેર કરતાં ભાજપે હાર્દિક પટેલના ઉપવાસને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યો હતો. જો કે 19 દિવસ બાદ હાર્દિક પટેલે પારણાં કરી લીધાં છે.

હાર્દિક પટેલે ઉપવાસ તોડ્યો

હાર્દિક પટેલે ઉપવાસ તોડ્યો

બુધવારે બપોરે 3 વાગ્યે પાણી પીને હાર્દિક પટેલે ઉપવાસ તોડ્યો હતો. અગાઉ તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે બપોરે પોતાનો ઉપવાસ તોડશે. જાણકારી મુજબ પાટીદાર સમુદાયના નેતા સીકે પટેલ, નરેશ પટેલ, જેરામ પટેલે હાર્દિકને પાણી પીવડાવી તેને પારણાં કરાવ્યાં હતાં.

રાજકીય નેતાઓનો સાથ મળ્યો

રાજકીય નેતાઓનો સાથ મળ્યો

અનિશ્ચિત કાળના ઉપવાસ દરમિયાન હાર્દિક પટેલને વિવિધ પક્ષના રાજનેતાઓ મળવા આવ્યા હતા અને હાર્દિકને સમર્થન આપ્યું હતું, જેમાં મમતા બેનરજી, રાજીવ સાતવ, યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા સહિતની હસ્તીઓનો સમાવેશ થાય છે. દરમિયાન હાર્દિક પટેલની તબિયત લથડતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે ડૉક્ટરોએ ના પાડી હોવા છતાં હાર્દિકે ઉપવાસ નહોતો તોડ્યો. જો કે આજે 19મા દિવસે પાણી પીને પાટીદાર નેતાએ પોતાની ભૂખહડતાળ સમેટી લીધી છે.

પાણી પીને હાર્દિકે પારણાં કર્યાં

જણાવી દઈએ કે હાર્દિક પટેલના અનિશ્ચિત કાળના ઉપવાસને કેટલાય મોટા મોટા નેતાઓએ સમર્થન આપ્યું હતું. જેમાં ભાજપના દાગી નેતા શત્રુઘ્ન સિન્હા પણ સામેલ છે. અગાઉ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી અને ઉપવાસ સમેટવા માટે ભલામણ કરી હતી, શિવસેનાના મુખ્યા ઉદ્ધવ ઠાકરેએ પણ હાર્દિક પટેલને સલાહ આપતા કહ્યું હતું કે ઉપવાસ નહિ, લડાઈ કર.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X