ગોધરાના મુસ્લિમોને મળીને હાર્દિક પટેલ કર્યો ભાજપ પર પ્રહાર

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે જ્યાં હાર્દિક પટેલને એકલો પાડવાનો પ્રયાસ કર્યો ત્યાં જ હાર્દિક પટેલે ગોધરાના મુસ્લિમ સમુદાય લોકો સાથે મુલાકાત કરી હતી. ગોધરાના મઘેલી ગામના ખેડૂતોને સંબોધિત કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે હું સમાજના લોકોના હક માટે લડી રહ્યો છું. ગુજરાતમાં ખેડૂતોની માંગણી, અરક્ષણ માંગણી, યુવાઓની નોકરીની માંગણી જે પણ પાર્ટી આ મુદ્દાઓને પૂરા કરશે અમે તે પાર્ટીની સાથે છીએ. અને અમે તે પાર્ટીને સાથ આપીશું. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે તે અંધભક્ત બનીને વોટ ના આપતા. વધુમાં તેણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ એક બીજાના ભાઇ જ છે. પીએમ મોદીને કટાક્ષ કરતા હાર્દિક પટેલે કહ્યું કે જરા તમારા બેંક એકાઉન્ટ ચેક કરી લો તમારા એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવ્યા કે નહીં.

Hardik patel

વધુમાં વરુણ પટેલ અને રેશ્મા પટેલના ભાજપમાં જોડાવા મામલે ટિપ્પણી કરતા હાર્દિકે કહ્યું કે અમે મુદ્દાઓની સાથે લડી રહ્યા છીએ. અમે સમાજની ભલાઇનું કામ કરવા માંગીએ છીએ. લોકોના આવવા અને જવાથી મને કોઇ ફરક નથી પડતો. કારણ કે મારી જોડે લોકો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ વરુણ પટેલ અને રેશ્મા પટેલ જે મોટા પાટીદાર નેતા ગણાતા હતા તે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. તો બીજી તરફ સોમવારે રાહુલ ગાંધી પણ હાર્દિક પટેલને મળવાના છે. ત્યારે આ તમામ વાતોના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

English summary
hardik patel meets muslim community godhra attack on pm modi bjp.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.