For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 જાન્યુઆરીથી લાપતા છે હાર્દિક પટેલ, પત્ની કિંજલે ગુજરાત પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

18 જાન્યુઆરીથી લાપતા છે હાર્દિક પટેલ, પત્ની કિંજલે ગુજરાત પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ 18 જાન્યુઆરીથી ગાયબ છે, ત્યારે હાર્દિકની પત્ની કિંજલ પટેલે આરોપ લગાવ્યો છે કે સરકારી મશીનરીએ હાર્દિક પટેલને ગાયબ કરી દીધા છે, જેમના નિવેદને ગુજરાતમાં સનસની ફેલાવી દીધી છે, જો કે આ વિશે ડીજીપી ગુજરાતે કહ્યું કે આ બધી જ વાતો બકવાસ અને પાયાવિહોણી છે, આ ટૉપિક અને માણસ કોઈ વાત કરવા લાયક છે ખરો? હું નથી સમજતો કે આવા માણસ (હાર્દિક પટેલ) પર કોઈપણ મામલામા કોઈ કોમેન્ટ કરવી જોઈએ, આ માણસ કોઈ કોમેન્ટને લાયક નથી.

કિંજલે પોલીસ પર લગાવ્યો આરોપ

કિંજલે પોલીસ પર લગાવ્યો આરોપ

જ્યારે કિંજલ પટેલે મીડિયા સામે નિવેદન આપ્યું છે કે મારા પતિ અને પરિવારનું રાજ્યની સરકારી મશીનરી ઉત્પીડન કરી રહી છે, તેમના પર એક પછી એક દેશદ્રોહના મામલા લગાવવામાં આવ્યા છે, જે પાયાવિહોણા છે, ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં થયેલ પટેલ આરક્ષણ આંદોલનની આગેવાની હાર્દિક પટેલ જ કરી રહ્યો હતો, ત્યારથી જ તેના પર 20થી વધુ મામલા નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના રાજદ્રોહ અને શાંતિ ભંગના મામલા છે.

ભાજપ પર પ્રહાર કર્યો હતો

હાર્દિકે ક્યાં છે તે વિશે તો કોઈને ખબર નથી પરંતુ મંગળવારે બપોરે હાર્દિક પટેલે ટ્વીટ કરતા ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા, હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યું હતું, ચાર વર્ષ પહેલા પણ ગુજરાત પોલીસે મારા પર જૂટા કેસ ઠોકી દીધા હતા. લોકસભા ચૂંટણીના સમયે મારા પર થયેલા કેસની યાદી મેં અમદાવાદ પોલીસ કમિશ્નર પસે માંગી તો આ કેસ સૂચીમાં નહોતો, પંદર દિવસ પહેલા અચાનક મને પકડવા પોલીસ મારા ઘરે આવી પહોંચી, પરંતુ હું ત્યારે ઘરે નહોતો.

આગોતરા જામીનની પ્રક્રિયા

આગોતરા જામીનની પ્રક્રિયા

ભાજપ સરકારના જૂઠા કેસથી નિપટવા માટે મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલી રહી છે. મને લઈ કેટલીય બિનજામીનપાત્ વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી છે, માટે ભાજપ મને જેલમાં બંધ કરી દેવા માગે છે પરંતુ હું હાર ના માની શકું, જલદી જ મળીશ.

મજૂરી કામ કરતા આ શખ્સે લૉટરીમાં જીત્યા 12 કરોડ રૂપિયામજૂરી કામ કરતા આ શખ્સે લૉટરીમાં જીત્યા 12 કરોડ રૂપિયા

English summary
Hardik Patel missing, wife kinjal patel blamed police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X