હાર્દિક પટેલ-નીતિશ કુમારનો હુંકાર ‘મોદી હરાવો દેશ બચાવો’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગઢમાં હાર્દિક પટેલ અને નીતિશકુમાર ભરશે હુંકાર, ગુજરાતમાં ફરીથી પાટીદાર આંદોલન શરુ કરવાની કવાયત શરુ...
કેન્દ્ર સરકારને ઘેરવા માટે ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે મુલાકાત કરી છે. હાર્દિક પટેલ 28 જાન્યુઆરીએ યોજાનારા ખેડૂત સંમેલનમાં ભાગ લેવા માટે નીતિશકુમારને આમંત્રણ આપવા માટે પહોંચ્યા છે.

ગુજરાતમાં હુંકાર ભરશે
હાર્દિક પટેલની સાથે બ્રિગેડિયર સુધીર સાવંત પણ હાજર હતા જે મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક છે. સુધીર સાવંત પણ મરાઠા અનામતની માંગ મહારાષ્ટ્રમાં કરી રહ્યા છે. નીતિશ કુમાર કુર્મી સમુદાયમાંથી આવે છે અને હાર્દિક પટેલ પાટીદાર સમુદાયમાંથી આવે છે, માટે બંને નેતા મળીને ગુજરાતમાં અનામત માટે એકસાથે જોડાયા છે.
મોદી હરાવો દેશ બચાવો
ત્રણે નેતાઓએ એકસાથે લગભગ બે કલાક સુધી પટનામાં નીતિશકુમારના ઘર પર મુલાકાત કરી હતી. જ્યાં એ નિર્ણય લેવામાં આવ્યો કે મોદી હરાવો દેશ બચાવોનું સૂત્ર બુલંદ કરવામાં આવશે.
નીતિશ હશે ગુજરાતમાં
નીતિશકુમાર પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં આવશે. તમને જણાવી દઇએ કે હાર્દિક પટેલે નોકરી અને શિક્ષણમાં અનામત માટે 40 દિવસ પ્રદર્શન કર્યુ હતુ. સૂત્રોની માનીએ તો આ પ્રદર્શનને કારણે આનંદીબેન પટેલને પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.
આનંદીબેન બાદ વિજય રુપાણીએ પ્રદેશની કમાન સંભાળી અને પાટીદાર આંદોલન કરી રહેલા લોકોની માંગણીઓ સાંભળવાની કવાયત શરુ કરી હતી. પરંતુ પાટીદાર આંદોલનના નેતાઓએ અમિત શાહ સાથે મુલાકાત બાદ ફરીથી પ્રદેશમાં પ્રદર્શન કરવાનું શરુ કરી દીધુ હતુ. ભાજપ સામે એકજૂટ થવાની કવાયત નીતિશકુમાર સાથે મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યુ કે ગુજરાતમાં ભાજપ સાથે લડવા માટે આપણે એકસાથે આવવાની જરુર છે.












Click it and Unblock the Notifications
