હાર્દિક પટેલે ટ્વિટર પરથી હટાવ્યો ‘બેરોજગાર' શબ્દ, સોશિયલ મીડિયા પર ઉડી હતી મજાક

હાર્દિક પટેલે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી પોતાના નામ આગળ લાગેલો ‘બેરોજગાર' શબ્દ આજે હટાવી લીધો છે.

12 માર્ચના રોજ કોંગ્રેસનો હાથ પકડનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પૂર્વ નેતા હાર્દિક પટેલે હેલીકોપ્ટરમાં તેમની સેલ્ફી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી પોતાના નામ આગળ લાગેલો 'બેરોજગાર' શબ્દ આજે હટાવી લીધો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે ભાજપમાં 'મે ભી ચોકીદાર' અભિયાનના વિરોધમાં પોતાના નામ આગળ 'બેરોજગાર' શબ્દ લગાવી દીધો હતો પરંતુ આજે તેમના ટ્વિટર અકાઉન્ટથી આ શબ્દ હટાવી લેવામાં આવ્યો છે.

હાર્દિક પટેલે ટ્વીટરથી હટાવ્યો ‘બેરોજગાર' શબ્દ

ઉલ્લેખનીય છે કે હાર્દિક હાલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેના માટે તે હેલીકોપ્ટરમાં પ્રવાસ કરી રહ્યા છે જેના માટે સોશિયલ મીડિયા પર તેમની ઘણી ટીકા થઈ હતી ત્યારબાદ હાર્દિકે પોતાના નામની આગળથી ‘બેરોજગાર' શબ્દ હટાવ્યો છે.

હાર્દિક પટેલે પડી થપ્પડ

આજે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને એક વ્યક્તિએ થપ્પડ મારી દીધી છે. આ ઘટના સુરેન્દ્રનગરના વઢવાણમાં થઈ ત્યારબાદ હાર્દિકના સમર્થકોએ થપ્પડ મારનાર વ્યક્તિની ખરાબ રીતે પિટાઈ કરી, હાલમાં તે પોલિસ કસ્ટડીમાં છે પરંતુ તેની હાલત ગંભીર છે. હાર્દિક પટેલને લાફો મારનારનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બાદ હાર્દિક પટેલે કહ્યુ કે ભાજપવાળા ઈચ્છે છે કે મને મારી દેવામાં આવે, આ લોકો હુમલા કરાવી રહ્યા છે પરંતુ અમે ચૂપ નહિ રહીએ. અહીં તમને જણાવી દઈએ કે હાર્દિકે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ એક ગુનાહિત કેસમાં સજા મેળવેલ હોવાના કારણે અદાલતે તેમના આની મંજૂરી આપી નહિ.

ખેડૂતે હાર્દિકના હેલીકોપ્ટરને પોતાના ખેતરમાં ઉતરવા ન દીધુ

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મહિસાગર જિલ્લાના લુણાવાડામાં એક ખેડૂતો હાર્દિકના હેલીકોપ્ટરને તેના ખેતરમાં ઉતારવાની પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો. કોંગ્રેસે પોતાના સ્થાનિક ઉમેદવાર વી કે ખાંટના પ્રચાર માટે આવી રહેલ હાર્દિકનું હેલીકોપ્ટરને ત્યાં ઉતારવા માટે પ્રશાસનની મંજૂરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ ખેડૂતના ઈનકાર બાદ તેમને રોડ પરથી પોતાના સ્થળે જવુ પડ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X