ગુજરાત ચૂંટણી પહેલા રાહુલને મળ્યો હોત, તો BJP હાલ વિપક્ષમાં હોત : હાર્દિક પટેલ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આગળ ના જીતવાનો અફસોસ ક્યાંકને ક્યાંક હાર્દિક પટેલના મનમાં હજી પણ છે. ગુજરાતમાં ભાજપની ઓછી બેઠકો પર જીતને લઇને તે અનેક મંચો પર પોતાની પ્રતિક્રિયા આ પહેલા પણ આપી ચૂક્યા છે. હાલમાં જ તેમણે ગુજરાતની ચૂંટણી મામલે બોલતા કહ્યું કે જો ગુજરાતની ચૂંટણીથી પહેલા રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ હોત તો ભારતીય જનતા પાર્ટી 99 બેઠકો પર નહીં ખાલી 79 બેઠકો પર જીતતી. હાર્દિકે કહ્યું કે ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી તેમણે મુલાકાત ના કરી તે તેમની એક ભૂલ હતી. હાર્દિકે જણાવ્યું કે જો તેવું ત્યારે થઇ ગયું હોત તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી હાલ ગુજરાતમાં સત્તામાં ના હોત. પાટીદાર આરક્ષણ આંદોલનના નેતા તેવા 24 વર્ષીય હાર્દિક પટેલે આ વાત એક કાર્યક્રમ દરમિયાન જણાવી હતી. જે મુજબ જો બંને નેતાઓ પહેલા પણ ભાજપ વિરોધી કોઇ ઠોસ રણનીતિ અપનાવી શક્યા હોત તો હાલ વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ ચોક્કસ પણે સંપૂર્ણ બહુમતમાં હોત. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણી પહેલા હું ક્યારેય રાહુલ ગાંધીને મળ્યો નથી.

hardik patel

આ મામલે હું પહેલા પણ સ્પષ્ટતા આપી ચૂક્યો છું. જો હું મમતા બેનર્જી, નીતિશ કુમાર અને ઉદ્ધવ ઠાકરેને ખુલ્લેઆમ મળી શકતો હોવ તો પછી રાહુલ ગાંધીને મળવામાં શું વાંધો છે. તમને જણાવી દઇએ કે 2017માં ગુજરાતમાં ડિસેમ્બરમાં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી ખાલી 99 બેઠકો પર જ જીત મેળવી છે. કોંગ્રેસ હાર્દિકની મદદ અને પોતાની નવી રણનીતિના કારણે મજબૂત વિપક્ષ બનીને આ ચૂંટણીમાં સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભલે હાર્દિક પટેલ હાલ રાહુલ ગાંધીને પહેલા ન મળવાનો અફસોસ કરતા હોય પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જો તે રાહુલ ખુલ્લે આમ મળ્યા હોત તો ભાજપ તેમને કોંગ્રેસી કહીને આ ચૂંટણીને નબળી પાડવાનો પ્રયાસ ચોક્કસથી કરતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જ્યારે રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક હોટલમાં મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે હાર્દિક પટેલની ઇમેજને બગાડવાનો મોકો ભાજપના હાથમાં આવ્યો હતો.

English summary
Hardik patel says my meet with Rahul would have prevented bjp Gujarat win

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.