હાર્દિક પટેલની બહેનના લગ્નના ઠાઠમાઠે, ઊભો કર્યો વિવાદ

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ રાજકારણમાં સક્રિય થયો છે. ત્યારબાદ તેની વૈભવી લાઇફ સ્ટાઇલ અને તેને મળતી સવલતોને લઇને અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હાર્દિક પટેલ ફરીથી વિવાદમાં આવ્યો છે. આ વખતે તેની બહેન મોનીકાના લગ્નને લઇને વિવાદ થયો છે. અતિ સામાન્ય પરિવારમાંથી આવતા હાર્દિક પટેલ પાસે કોઇ ખાસ એવી આવક નથી અને તેના પિતા પણ એક સામાન્ય વ્યકિત છે. પણ તેની બહેન મોનીકા લગ્ન જે ઠાઠમાઠથી વિરમગાામમાં કરવામાં આવ્યા હતા. તેને જોતા એ કહેવુ મુશ્કેલ હતુ કે ખરેખર હાર્દિક સામાન્ય પરિવારમાંથી આવે છે કેમ?

હાર્દિક પટેલની બહેનના લગ્ન

હાર્દિક પટેલની બહેનના લગ્ન

એક અંદાજ મુજબ હાર્દિક પટેલે મોનીકાના લગ્નમાં 50 લાખથી વધારેનો ખર્ચ કર્યાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે ખર્ચ જમવા પાછળ કરવામાં આવ્યો હતો. જમવામાં ચાઇનીઝ, કાઠીયાવાડી, પંજાબી અને કોન્ટીનેનટલ વાનગીઓ હતી અને અંદાજે પાંચ હજારથી વધારે લોકો જમ્યા હતા. આ ઉપરાંત, મંડપ ડેકોરેશનથી માંડીને અને તમામ બાબતોમાં ખુબ જ ખર્ચ કરવામાં આવ્યો હતો.

તપાસની માંગણી

તપાસની માંગણી

તેમજ હાર્દિકની બહેન મોનીકાના લગ્નમાં અનેક હસ્તીઓ આવી હતી જેમાં વિહિપના નેતા ડો.પ્રવિણ તોગ઼ડીયા, સિધ્ધાર્થ પટેલ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ પણ આવ્યા હતા. આ અંગે હાર્દિકના વિરોધી કહેવાતા અશ્વિન સાંકરસળીયાએ તો રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો હતો કે એક સમયે જેની ખિસ્સામાં 20 રૂપિયા પણ માંડ રહેતા હતા. તે હાર્દિક પટેલ પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા તે મોટો સવાલ છે. તેણે એ પણ આક્ષેપ કર્યો હતો કે હાર્દિકે 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ આ લગ્ન પાછળ કર્યો છે. આ બાબતે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવાની માંગણી કરી હતી.

હાર્દિક પટેલનો જવાબ

હાર્દિક પટેલનો જવાબ

ઉલ્લેખનીય છે કે અગાઉ હાર્દિક પર પાટીદાર અનામત આંદોલન સમિતિના નાણાંની ઉચાપતનો આક્ષેપ તેના પૂર્વ સાથીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો અને તેની પાસે હિસાબ પણ માંગવામાં આવ્યા હતા. પણ હાર્દિકે હિસાબ ન આપતા તેના એક પછી એક વફાદાર ગણાતા સાથીદારોને તેનાથી દૂર થઇ ગયા હતા. મોનીકાના લગ્નમાં થયેલા ખર્ચના આક્ષેપ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે કોઇ ભાઇ તેની બહેનના લગ્ન ધામધુમથી કરે તેમાં ખોટુ શુ છે? અમારા ઘરે વર્ષો પછી એક પ્રસંગ આવ્યો છે. જેમાં અમે અમારી બચત ખર્ચ કરી છે. જો કે આગામી સમયમાં આ વિવાદ વકરે તેવી પુરેપુરી શક્યતા છે.

English summary
Hardik Patel sister marriage created controversy as it says he spend 20 crore on it. Read what Hardik Patel says on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.