હાર્દિકના કથિત વીડિયો પર રાજકીય પ્રતિક્રિયામાં કોણે શું કહ્યું...

Written By:
Subscribe to Oneindia News

સોમવારથી અત્યાર સુધી પાટીદાર નેતા હાર્દિક પટેલના કુલ 5 જેટલા કથિત વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે. એક કથિત વીડિયોમાં હાર્દિક એક મહિલા સાથે દેખાય છે તો અન્ય કથિત વીડિયોમાં હાર્દિક અને અન્ય પાસ નેતાઓ દારૂ પીતા જોવા મળે છે. આ તમામ વીડિયો વાયરલ થયા પછી જ્યાં કોંગ્રેસ અને જીજ્ઞેશ મેવાણી સમેત અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે ત્યાં જ ભાજપે આ મામલે પોતાના પર લાગેલા આરોપોને ખોટા પાડ્યા છે. ત્યાં બીજી તરફ આજે નવા કથિત વીડિયો બહાર પડ્યા બાદ બહુચરાજી ખાતે હાર્દિક પટેલના પૂતળા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે હાર્દિકના વીડિયો પણ રાજકારણીઓ શું બોલ્યા છે તે વાંચો અહીં...

Hardik Patel

કોંગ્રેસ અને અલ્પેશ સમર્થનમાં

જો કે હાર્દિકનો કથિત વીડિયો બહાર આવ્યા પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાર્દિકના આ કથિત વીડિયોને ભાજપની એક ચાલ ગણાવી છે. અને હાર્દિક પટેલને બદનામ કરવા માટે ભાજપે આવા વીડિયો બહાર પાડ્યા હોવાની વાત કરી છે. વધુમાં શંકર સિંહ ગોહિલ સમેત અનેક કોંગ્રેસી નેતાઓ અને યુવા નેતા અલ્પેશ ઠાકોર પણ આ મામલે હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા છે.

ભાજપ

તો બીજી તરફ હાર્દિક પટેલ ભાજપ પર આવા વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ લગાવતા ભાજપના કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા સ્પષ્ટતા આપી છે કે ભાજપ રાજકીય બદલા વાળતી પાર્ટી નથી. અને આ વીડિયો સાથે ભાજપને કોઇ લેવા દેવા નથી. તેમ છતાં હાર્દિક આ મામલે કોર્ટમાં ફરિયાદ કરી સ્પષ્ટતા કરવી શકે છે. તો બીજી તરફ ભાજપ નેતા જીતેન્દ્ર સિંહે પણ કહ્યું કે ભાજપ મર્યાદા અને સંયમમાં રહીને કામ કરતી પાર્ટી છે. અને તેમ છતાં આ મામલે હાર્દિક પટેલ કોર્ટમાં જઇ શકે છે જેથી કરીને જે સચ્ચાઇ છે તે બહાર આવે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના આ કથિત વીડિયો પછી બહુચરાજી અને રાજકોટ ખાતે હાર્દિકના પૂતળા દહનના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. અને તેનો વિરોધ થયો હતો.

English summary
Hardik Patel Video : Gujarat Congress and bjp Leaders reaction on it
Please Wait while comments are loading...