Hardik Patel : હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી મોટી રાહત, ધરપકડ વોરંટ રદ કરાયુ

Hardik Patel : વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે જૂના કેસમાં તેમની વિરુદ્ધ ઇશ્યૂ થયેલું ધરપકડ વોરંટ રદ કર્યું છે.

આ સમગ્ર મામલો પાટીદાર અનામત આંદોલનના સમય સાથે સંકળાયેલો છે. વર્ષ ૨૦૧૮માં, હાર્દિક પટેલ દ્વારા અમદાવાદના નિકોલ વિસ્તારમાં પરવાનગી વિના પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

Hardik Patel

આ ઘટનાના પગલે નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ જાહેર વ્યવસ્થાનો ભંગ કરવા અને ગેરકાયદેસર રીતે એકઠા થવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં હાર્દિક પટેલની સાથે ગીતા પટેલ, કિરણ પટેલ, અને આશિષ પટેલ સહિતના અન્ય લોકો પણ આરોપી તરીકે સામેલ છે.

આ કેસની સુનાવણી દરમિયાન, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા વારંવાર સમન્સ મોકલવા છતાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. કાયદાકીય પ્રક્રિયા અનુસાર, આરોપીની ગેરહાજરીને કારણે ગ્રામ્ય કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું.

હાર્દિક પટેલે આ વોરંટ રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટમાં તેમણે કોર્ટની સુનાવણીમાં નિયમિત હાજર રહેવાની લેખિત બાંહેધરી આપી હતી.

હાર્દિક પટેલની આ ખાતરી બાદ હાઈકોર્ટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ઇશ્યૂ કરાયેલું ધરપકડ વોરંટ રદ કરી દીધું છે, જેનાથી તેમને મોટી કાયદાકીય રાહત મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X